Only Gujarat

FEATURED International

સેક્સ ડોલને પાગલની જેમ પ્રેમ કરે છે આ યુવક, સગાઈ પણ કરી નાખી!

પ્રેમ એક સુંદર લાગણી છે, તે બે જુદા જુદા મતના લોકોને નજીક લાવે છે. પ્રેમ ફક્ત બે માણસો સાથે થઈ શકે તે જરૂરી નથી, તે કોઈની પણ સાથે થઈ શકે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે હોંગકોંગમાં એક વ્યક્તિ કોઈ માણસ સાથે નહી પણ સેક્સ ડોલના પ્રેમમાં પડી ગયો છે. એટલું જ નહીં, તે વ્યક્તિએ સેક્સ ડોલ સાથે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. માણસના જણાવ્યા મુજબ, માણસો કરતા સેક્સ ડોલ્સને ડેટ કરવાનું સહેલું છે, તેથી તેણે તેની જિંદગી તેની સાથે વિતાવવાનું નક્કી કર્યું.

સેક્સ ડૉલને બનાવી તેની મંગેતર
જી ટિયનરોંગે પોતાના દોસ્તો અને નજીકનાં લોકોને તે સમયે ચોંકાવી દીધા જ્યારે તેણે સિલિકોનમાંથી બનેલી ડોલને પોતાની જીવનસાથી બનાવવાની જાહેરાત કરી હતી. જી ટિયનરોંગની ગર્લફ્રેન્ડ કોઈ માણસ નહી પરંતુ એક સેક્સ ડોલ છે. 36 વર્ષનાં જી ટિયનરોંગે પોતાની સેક્સ ડોલ ગર્લફ્રેન્ડનું નામ મોચી રાખ્યુ છે. મોચીને ટિયનરોંગે ઈન્ટરનેટ પર જોઈ હતી ત્યારેથી તેણે ડોલને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આઇફોન 12 અને મોંઘી વસ્તુઓ ભેટ આપી
ટિયનરોંગ તેના માતાપિતા સાથે હોંગકોંગમાં રહે છે. તેણે આ મહિનાની શરૂઆતમાં તેના નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં મોચી સાથે સગાઈ કરી હતી. રસપ્રદ વાત એ છે કે ટિયાનરોંગે તેની મંગેતર ડૉલને આઇફોન 12 સહિતના મોંઘા કપડાં અને ભેટો આપી હતી. ધ સનનાં એક અહેવાલ મુજબ,ટિયનરોંગનો ક્યારેય મોચી સાથે સંબંધ નહોતો. ટિયનરોંગે દાવો કર્યો હતો કે તેણે ક્યારેય મોચીને કિસ પણ કર્યું નથી.

26 વર્ષની ઉંમરે થયો ડોલ સાથે પ્રેમ
ટિયાનરોંગને ડર છે કે જો તે મોચીને ચુંબન કરે તો તેની સંવેદનશીલ ત્વચાને નુકસાન પહોંચી શકે છે. ટિયાનરોંગે કહ્યું કે તેને માનવીઓ કરતાં ઢીંગલીઓ વધારે પસંદ છે, તેને કોઈ છોકરીને તેની મંગેતર નથી બનાવવી કારણકે તેને ઢીંગલીઓ વધારે પસંદ આવે છે. તેની શરૂઆત 26 વર્ષની ઉંમરે થઈ, આ દરમિયાન તેણે રિટેલ સ્ટોરમાં ડોલને જોઈને જ આ નિર્ણય લીધો હતો. જો કે, તે સમયે ઢીંગલીની કિંમત 80 હજાર યુઆન (9 લાખ રૂપિયાથી વધુ) હતી, જે તે સમયે ટિયનરોંગની બસની વાત નહોતી.

ડૉલને આપે છે દુનિયાનાં બધા જ એશોઆરામ
તે બાદ વર્ષ 2019માં ટિયનરોંગે ઈન્ટરનેટ પર મોચીની એક જાહેરાત જોઈ, તેની કિંમત પણ ટિયનરોંગનાં બજેટમાં હતી. મોચીને પોતાની જીવનસાથી બનાવવા માટે ટિયનરોંગને ફક્ત 10 હજાર યુઆન ( લગભગ 1 લાખ રૂપિયા) ખર્ચ કરવા પડ્યા હતા. મોચી સાથે સગાઈ કર્યા પછી ટિયનરોંગ તેને દુનિયા તે બધા જ એશોઆરામ આપી રહ્યો છે જે એક ગર્લફ્રેન્ડ કે પત્નીનું સપનું હોય છે. ટિયનરોંગ મુજબ, મોચી તેની પાસે કશું જ માંગતી નથી અને હંમેશા તેની તરફ ધ્યાન આપે છે.

You cannot copy content of this page