Only Gujarat

FEATURED National

મોડલમાંથી IAS બનનારી ઐશ્વર્યાએ વડાપ્રધાન મોદીને લઈ કહી દીધી આટલી મોટી વાત!

દિલ્હીઃ યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC 2019નું રિઝલ્ટ આવી ગયું છે. જેમાં ઐશ્વર્યા શ્યોરાણે UPSCvની પરીક્ષામાં આખા ભારતમાં 93મો નંબર મેળવી ઈતિહાસ રચ્યો છે. ડીયૂની શ્રીરામ ઑફ કૉમર્સ (એસઆરસીસી)માં ઈકોનોમિક્સ ઑનર્સની સ્ટડીનું એક વર્ષ પુરું કરનારી ઐશ્વર્યા શ્યોરાણ નરેન્દ્ર મોદીને સૌથી આદર્શ વડાપ્રધાન માને છે. વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીનું સામાજિક જીવન તેમના માટે મોટી પ્રેરણા છે.

પિતા છે સેનામાં ઑફિસર: ઐશ્વર્યા શ્યોરાણે ચાણક્યપુરીની સંસ્કૃતિ સ્કૂલમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇકોનોમિક્સમાં 97.5 ટકાં મેળવ્યા છે. તેમના પિતા કર્નલ અજય કુમાર શ્યોરાણ, એનસીસી તેલંગાણા બટાલિયન, કરિમનગરમાં કમાન્ડિંગ ઑફિસર છે. તેમની માતા સુમન શ્યોરાણ ગૃહિણી છે. તેમનો ભાઈ અમન શ્યોરાણ મુંબઈ અંડર-23 ક્રિકેટ ટીમનો સભ્ય છે.

ઐશ્વર્યા શ્યોરાણ મુજબ, ‘વર્ષ 2017માં ગ્રેજ્યુએશન પુરું કર્યાં પછી તેમના પિતાનું પોસ્ટિંગ મુંબઈમાં થયું હતું. તેમણે મુંબઈમાં મૉડેલિંગ શરૂ કરી હતી. તેમણે ફૅમસ ફૅશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, દક્ષિણીના ફૅમશ ફૅશન ડિઝાઈનર વિશાલ વિડપ્પા સાથે કામ કર્યું છે. સાથે જ એક મોટા ફૅશન વિકમાં પણ ભાગ લીધો છે. વર્ષ 2018માં તેમણે વિચાર આવ્યો હતો કે, આઈઆઈએમ ઇન્દોરથી મુંબઈ કેમ્પસમાં એડમિશન લીધું હતું. તેમના મનમાં હંમેશાથી જ સિવિલ સેવક બનવાની ઇચ્છા હતી.’

ઐશ્વર્યા શ્યોરાણે કહ્યું કે, ‘‘મેં વર્ષ 2018માં UPSCની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. મેં કોઈ કૉચિંગ વગર મારું સ્ટડી શરૂ રાખ્યું હતું. આ દરમિયાન મેં મારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરી દીધું હતું. મારે જે પણ પુસ્તકો જોતાં તેનાં માટે મારા પિતાને કહેતી હતી. UPSCની પરીક્ષાની તૈયારી માટે મેં મૉડેલિંગ પણ છોડી દીધું હતું. ’’

‘‘મારું માનવું છે કે, જીવનમાં જે પણ હાંસલ કરો છો તે વગર પરિશ્રમે મળતું નથી. તમારે તેના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમની માએ મિસ વર્લ્ડ 1994 અને બૉલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને લીધે દીકરીનું નામ ઐશ્વર્યા રાખ્યું હતું. ઐશ્વર્યા શ્યોરાણનો જન્મ 1997માં થયો હતો. તે દરમિયાન ઐશ્વર્યા શ્યોરાણનું નામ ખૂબ જ ચર્ચિત હતું અને તેમની માએ કહ્યું હતું કે, ‘મારી દીકરી ઐશ્વર્યા રાયની જેમ સુંદર છે.’’

ઐશ્વર્યા શ્યોરાણે કહ્યું કે, ‘‘મહિલા સશ્કિતકરણ અને વંચિત વર્ગના લોકો માટે કામ કરવા માગે છે. મૂળ રાજસ્થાન રહેનારી ઐશ્વર્યા તેમના રાજ્ય રાજસ્થાનમાં કાર્યરત થવા માગે છે. તેમણે IAS અને AFS બંનેમાં પ્રશાસનિક પદ મળશે તો તે ખુશીથી કામ કરશે.’’

ઐશ્વર્યાએ UPSC પરીક્ષામાં પહેલીવારમાં જ આખા ભારતમાં 93મો નંબર મેળવ્યો છે. ઐશ્વર્યાએ વર્ષ 2016માં પૂર્વ મિસ ઇન્ડિયા ફાઇનિલિસ્ટ પણ રહી ચૂકી છે. આ સ્પર્ધામાં તે આખા દેશમાં કુલ 21 ફાઇનિલિસ્ટમાંથી એક હતી.

વર્ષ 2014માં તેમણે એક સ્પર્ધામાં સૌથી વધુ ફ્રેશ ફેસ ટાઇટલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે નરેન્દ્ર મોદીને તેમના આદર્શ વડાપ્રધાન માને છે. 23 વર્ષીય ઐશ્વર્યા રાજનીતિક વિષયમાં વધારે રસ ધરાવે છે. UPSCની તૈયારી દરમિયાન તેમણે રાજનીતિના વિષયમાં વધુ અભ્યાસ કર્યો છે.

You cannot copy content of this page