મુંબઈઃ દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ પોતાની ફેશન સેન્સને કારણે જાણીતી છે. હાલમાં જ દીપિકા-રણવીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દીપિકા તથા રણવીર રાજસ્થાનના રણથંભોરમાં નવું વર્ષ સેલિબ્રેટ કરશે. એરપોર્ટ પર દીપિકાના હાથની બેગ પર ચાહકોનું ધ્યાન ખેંચાયું હતું.

દીપિકાએ ઓવર સાઈઝ બટન ડાઉન પુલ ઓવર શર્ટને હાઈ રાઈઝ ફ્લેયર્ડ પેન્ટ્સ સાથે કેરી કર્યું હતું. આ સાથે જ લોંગ ટેન્ચ કોટ પહેર્યો હતો. આ લુકમાં દીપિકા કમાલની લાગતી હતી.

દીપિકાએ કપડાંને મેચ કરતો બેઝ રંગનો માસ્ક પહેર્યો હતો. આ સાથે જ લેસ અપ લેધર પ્લેટફોર્મ ફૂટવેર પહેર્યા હતા. દીપિકાના આ કમ્પ્લિ ચિક લુકને તેની હેન્ડબેગે વધુ નિખાર આપ્યો હતો.

દીપિકાએ ottega Veneta The Chain Cassette bag લીધી હતી. આ બેગની કિંમત 3800 અમેરિકન ડોલર છે. એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે બેગની કિંમત 2,78,902 રૂપિયા થાય છે. આ રકમમાં બે આઈફોન 12 પ્રો ખરીદી શકાય છે. એક આઈફોનની કિંમત 1 લાખ 20 હજારની આસપાસ છે.


રણવીર સિંહની વાત કરીએ તો તે પણ યુનિક ફેશન અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે ચેક પ્રિન્ટ સ્વેટર તથા પેન્ટની સાથે બેઝ બટન ડાઉન ટેન્ચ કોટ પહેર્યો હતો. તેણે પોતાના લુકને બ્રાઉન લેસ અપ સ્નીકર્સ, બેઝ માસ્ક, સન ગ્લાસ તથા બેઝબોલ કેપથી પૂરો કર્યો હતો.

રણવીર પણ Louis Vuitton ટ્રાવેલ બેગ સાથે જોવા મળ્યો હતો. આ બેગ વિશ્વની જાણીતી બ્રાન્ડ છે અન સેલેબ્સમાં ઘણી જ લોકપ્રિય છે.