Only Gujarat

Bollywood FEATURED

‘ઈશીમા’ના ઘરમાં મારો એક લટાર, સોનાથી મઢ્યું હોય એવું છે આલિશાન, અંદરની ખાસ તસવીરો

મુંબઈઃ ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ 4 વર્ષ પહેલાં જુલાઇ, 2016માં વિવેક દાહિયા સાથે લગ્ન કરી જિંદગીની નવી શરૂઆત કરી હતી. લગ્ન પછી દિવ્યાંકાએ મુંબઈમાં એક 3 BHK ફ્લેટ ખરીદ્યો અને તે પતિ વિવેક સાથે રહે છે. દિવ્યાંકાનું આ ઘર અંદરથી ઘણું જ લેવિશ છે. દિવ્યાંકાએ ઘરને ગોલ્ડન લુક આપ્યો છે.

દિવ્યાંકાએ લગ્ન પછી મુંબઈમાં જ રહેવાનું નક્કી કર્યું હતું. જેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ 1260 સ્ક્વેયર ફૂટનું ઘર ખરીદ્યું છે. દિવ્યાંકાના ઘરની દીવાલો પર ગોલ્ડન કલર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘરનું ફર્નીચર પણ લક્ઝૂરિયસ ફીલિંગ આપે છે.

દિવ્યાંકાના ઘરની દીવાલ પર વૉલ પેઇન્ટિંગ તેને ખૂબ જ સુંદર બનાવે છે. દિવ્યાંકાના ઘરની સીલિંગ પણ ખૂબ જ સુંદર છે. આ ઉપરાંત ઘરમાં રોશનીનો પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે.

દિવ્યાંકાના ઘરમાં એક કોર્નરમાં સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં સિલ્વર કલરનું નક્શીકામ કરવામાં આવ્યું છે. આ જયપુરથી ખરીદવામાં આવ્યું છે. આ દિવ્યાંકાએ પોતાના માટે મેડિટેશન કોર્નર પણ બનાવ્યો છે.

દિવ્યાંકાએ જણાવ્યા મુજબ, ‘ઘરમાં ગોલ્ડન એમ્બિઅન્સ મોર્ડન ઇન્ટીરિઅરને ખૂબ જ સુંદર બનાવે છે. આ ઉપરાંત ઘરમાં ટ્રોફિ રાખવા માટે પણ જગ્યા બનાવવામાં આવી છે.’

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો લિવિંગ એરિયા પણ હવા ઉજાસવાળો છે. લૉકડાઉન દરમિયાન જ દિવ્યાંકા અને વિવેક તેમના લિવિંગ એરિયા ઓપન સ્પેસને સારી રીતે શણગારી છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ તેમના ઘરને શણગારતા એ વાતનું ધ્યાન છે કે, ફર્નીચરનો રંગ ઘરની દીવાલ સાથે મેચ કરી શકે.દિવ્યાંકા ત્રિપાઠી તેમના ઘરની બાલકનીમાં ક્વોલિટી ટાઇમ પસાર કરવો ખૂબ જ પસંદ છે.

દિવ્યાંકાએ તેમના ઘરની દીવાલના રંગે દરેક ખૂણાને સુંદરતાને વધારી દીધી છે. બેડરૂમથી લઇ લિવિંગ એરિયા સુધી દિવ્યાંકા ત્રિપાઠીએ દરેક ખૂણામાં લાઇટિંગનો સારો ઉપયોગ કર્યો છે.

You cannot copy content of this page