મોત બાદ પણ સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા નથી ભૂલી શકી પ્રેમીને, આ રીતે કરે છે યાદ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત પછી સતત તેમની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રસ અંકિતા લોખંડે તેમને ન્યાય અપાવવાની માગ કરી રહી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના વિચાર ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક ફોટો પોસ્ટ કર્યાં છે, જેને જોઈ ફેન્સને ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ અને ડ્રગ્સ સાથે જોડાયેલા તેમના તારને અંકિતાએ જોડીને રાખ્યાં છે.

એક્ટ્રસ અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી સતત ચર્ચામાં છે. છેલ્લાં દિવસોમાં અંકિતા લોખંડેએ એક નોટ શેર કરી રિયા ચક્રવર્તી પર નિશાન સાધ્યું હતું. જેના જવાબમાં રિયાના ફ્રેન્ડ અને ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની દેંડેકરે પણ અંકિતાને જેવું-તેવું કહ્યું હતું.

સુશાંતના મોત પછી તેમનું નામ ડ્રગમાં સામે આવ્યું છે. આ પછી બોલિવૂડમાં જે રીતે ડ્રગ્સ કનેક્શન સામે આવી રહ્યું છે, તેમ ફેન્સ હવે અંકિતા લોખંડને પણ આ રીતે જોઈ રહ્યાં છે.

અંકિતાએ ઇન્સ્ટાગ્રામમાં કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યાં છે. આ ફોટોમાં તે તેમના એક્સ બોયફ્રેન્ડના મોત પછી વ્હાઇટ સાડીમાં જોવા મળી રહી છે.

આ ફોટો જોઈ ફેન્સને એકવાર ફરી સુશાંતની યાદ આવી ગઈ. એક ફેને તો અંકિતાને ત્યાં સુધી પૂછી લીધું કે, ‘શું તમે પણ સુશાંત સાથે ડ્રગ લેતા હતાં?’ તો કેટલાક લોકોએ કહ્યું કે, ‘તમે હંમેશા તેને યાદ રાખજો.’

અંકિતા લોખંડે આ ફોટો સાથે લોકોને ખુશ કરવાની રીત ગણાવી છે અને લખ્યું કે, ‘તમે દરેક સવારે નક્કી કરો કે તમે સારા મૂડમાં છો.’ અંકિતાના આ ફોટો પર ખૂબ જ લાઇક્સ અને કોમેન્ટ આવી રહ્યાં છે.

અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે કે, તેમણે ફિલ્મ ‘મણિકર્ણિકા’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હાલમાં તે શ્રદ્ધા અને ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘બાઘી 3’માં જોવા મળી હતી.

સુશાંત અને અંકિતાની જોડી ટેલિવિઝન જગતની સૌથી ફેમસ જોડીમાંથી એક છે. બંને સાથે ફૅમસ સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાને એક વર્ષ સુધી ડેટ કર્યાં હતાં, પણ વર્ષ 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.