Only Gujarat

FEATURED National

આ યુવક હાઈફાઈ લાઈફ સ્ટાઈલ છોડીને ગામમાં જઈને શરૂ કર્યું ખેતી કામ

ઉત્તરાખંડના રાનીખેત બ્લૉકમાં રહેતા ગોપાલ દત્ત ઉપ્રેતીનો અભ્યાસ દિલ્લીમાં થયો હતો. સિવિલ એન્જિનીયરિંગમાં ડિપ્લોમા બાદ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરવા લાગ્યા. ખૂબ જ સારી કમાણી થઈ રહી હતી. લગભગ 14-15 વર્ષ તેણે કામ કર્યું, તમામ લોકો દિલ્લી વસી ગયા. પરંતુ તે બાદ તેમની લાઈફમાં કાંઈક એવું થયું કે દિલ્લીના હાઈફાઈ લાઈફસ્ટાઈલને છોડીને તેઓ ગામ આવી ગયા. આજે તે આઠ એકર જમીન પર ફળ અને મસાલાની ખેતી કરી રહ્યા છે. વર્ષનું 12 લાખ રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ દેશના પહેલા એવા ખેડૂત છે, જેણે ઑર્ગેનિક ફાર્મિંગના માધ્યમથી ગિનીઝ બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે.

47 વર્ષના ગોપાલ જણાવે છે, ‘2012માં કેટલાક મિત્રો સાથે હું યૂરોપ ગયો હતો. આ દરમિયાન ત્યાં સફરજનના બગીચામાં જવાનું થયું. ત્યાંનું હવામન, બરફવર્ષા, જમીન મોટાભાગે રાનીખેત જેવી લાગી. મેં વિચાર્યું કે જો અહીં સફરજન ઉગાડી શકાય છે તો ઉત્તરાખંડમાં પણ ઉગાડી શકાય છે. મારા માટે એ ટર્નિંગ પૉઈન્ટ હતો.’

તેઓ કહે છે કે, ‘પાછો દેશ આવ્યા બાદ કેટલાક દિવસો સુધી મારા મનમાં અસમંજસની સ્થિતિ બનેલી હતી કે શું કરું, કેવી રીતે કરું. પછી મે જાણકારી મેળવવાની શરૂ કરી કે આ ખેતી માટે ટ્રેનિંગ ક્યા થાય છે, શું પ્રક્રિયા છે. જે બાદ હું નેધરલેન્ડ ગયો. ત્યાં અનેક વિશેષજ્ઞોને મળ્યો અને સફરજનની ખેતીની આખી પ્રૉસેસને સમજી. આ દરમિયાન કેટલાક દિવસો માટે ફ્રાંસ પણ જવાનું થયું હતું. ત્યાં પણ સફરજનની ખેતીને જોઈ અને તાલીમ લીધી.’

ગોપાલ જણાવે છે કે મે નક્કી કરી લીધું કે હવે સફરજનની ખેતી કરવી છે. પરિવારને જણાવ્યું તો તમામે તેનો વિરોધ કર્યો. પત્નીએ કહ્યું કે, જામેલું કામ છોડીને રિસ્ક લેવું બરાબર નથી. મે તેમને સમજાવ્યું અને ખેતીના ફાયદા વિશે જણાવ્યું. જે બાદમાં 2014-15માં દિલ્લીથી રાનીખેટ શિફ્ટ થઈ ગયો. પરિવાર અને બાળકો દિલ્લી રહી ગયા. અહીં આવ્યા બાદ ભાડા પર થોડી જમીન લીધી અને ખેતીનું કામ શરૂ કરી દીધું. મે વિદેશથી પ્લાન્ટ મંગાવવાના બદલે હિમાચલ પ્રદેશથી જ પ્લાન્ટ મંગાવ્યા. ત્રણ એકર જમીન પર લગભગ એક હજાર છોડ લગાવ્યા. એક વર્ષ બાદ તેમાં ફળ તૈયાર થઈ ગયા.

તેઓ જણાવે છે કે ફળો તૈયાર થયા બાદ તેમની સામે સૌથી મોટો સવાલ હતો કે, હવે તેને ક્યાં વેચવામાં આવે. કારણ કે, સ્થાનિક માર્કેટમાં અમારા સફરજનની સારી કિંમત મળે તેમ નહોતી. પછી મે ગૂગલની મદદથી એવા સ્ટોર અને કંપનીઓ વિશે જાણકારી ભેગી કરી જેઓ ઑર્ગેનિક સફરજનની ડિમાન્ડ કરે છે. તેમણે ફોન કરીને મારા પ્રૉડક્ટ વિશે જાણકારી આપી. મોટા ભાગના લોકોએ ભરોસો ન કર્યો, પરંતુ જેમણે શરૂઆતના તબક્કામાં અમારા સફરજન લીધા તેમનો રિસ્પૉન્સ ખૂબ જ સારો રહ્યો. પછી કસ્ટમર અને ડિમાન્ડ બંનેમાં વધારો થઈ ગયો. અનેક લોકો એડવાન્સ બુકિંગ કરવા લાગ્યા.

ગોપાલ હવે સફરજન સાથે હળદર, લસણ, ધાણાભાજી સહિત અનેક મસાલાની પણ ખેતી કરે છે. તેઓ કહે છે કે, એક ઈંચ પણ જમીન ખાલી ન જવી જોઈએ. આ વર્ષે તેમણે સાત ઈંચની ધાણાભાજી ઉગાડીને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ દાખલ કરાવ્યું છે. આ ધાણાભાજીની વિશેષતા એ છે કે, તે નૉર્મલ ધાણાભાજી કરતા 10 ગણી વધુ મોટી છે અને ક્વૉલિટી પણ સારી હોય છે. હવે તેમની પેટન્ટ પણ કરાવવાના છે.

ગોપાલની સાથે અત્યારે પાંચ લોકો કામ કરે છે. ફળ અને મસાલાના ફાર્મિંગની સાથે તે પ્રોસેસિંગ પર પણ કામ કરી રહ્યા છે. છેલ્લા વર્ષે એક ટનથી વધુ સફરજન ખરાબ થઈ ગયોા તો તેમણે જામ બનાવીને માર્કેટમાં સપ્લાઈ કરી દીધો. જેમાં પણ સારી કમાણી થઈ. હવે તે હળદર અને બીજા મસાલાની પ્રોસેસિંગ યૂનિટ તૈયાર કરવાના છે. તેઓ કહે છે કે અમારી ખેતીનો વ્યાપ વધી ગયો છે. અમે આગળ વધુ જમીન ભાડા પર લઈને ખેતી કરવાના છે. પ્રોડક્શન વધશે તો તેને ખપાવવા માટે માર્કેટ પણ સેટ હોવું જોઈએ. જેથી આવતા વર્ષથી અમે ઑનલાઈન પ્લેટફૉર્મ પર આવવાના છે.

ગોપાલની સાથે અત્યારે પાંચ લોકો કામ કરે છે. ફળ અને મસાલાના ફાર્મિંગની સાથે તે પ્રોસેસિંગ પર પણ કામ કરી રહ્યા છે. છેલ્લા વર્ષે એક ટનથી વધુ સફરજન ખરાબ થઈ ગયોા તો તેમણે જામ બનાવીને માર્કેટમાં સપ્લાઈ કરી દીધો. જેમાં પણ સારી કમાણી થઈ. હવે તે હળદર અને બીજા મસાલાની પ્રોસેસિંગ યૂનિટ તૈયાર કરવાના છે. તેઓ કહે છે કે અમારી ખેતીનો વ્યાપ વધી ગયો છે. અમે આગળ વધુ જમીન ભાડા પર લઈને ખેતી કરવાના છે. પ્રોડક્શન વધશે તો તેને ખપાવવા માટે માર્કેટ પણ સેટ હોવું જોઈએ. જેથી આવતા વર્ષથી અમે ઑનલાઈન પ્લેટફૉર્મ પર આવવાના છે.

You cannot copy content of this page