ડ્રગ્સ ચેટમાં આવ્યું રકુલપ્રીતનું નામ, જાણો કોણ છે આ સાઉથની ફટાકડી?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે ડ્રગ્સ એન્ગલથી તપાસમાં NCBએ રકુલપ્રીત સિંહ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણને સમન મોકલ્યું છે. NCBએ પૂછપરછ માટે રકુલપ્રીત સિંહને બોલાવી છે. રકુલે સમનનો સ્વીકાર કરી લીધો છે અને 25 સપ્ટેમ્બરે NCBના અધિકારીઓ સામે રજૂ થઈ છે. રકુલ તેલંગાણાના વિકારાબાદના જંગલમાં ડિરેક્ટર કૃષ સાથે તેની અનટાઇટલ્ડ તેલુગુ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે 23 સપ્ટેમ્બર રાત્રે હૈદરાબાદથી મુંબઈ આવી હતી.

રકુલનો જન્મ 12 ઓક્ટોબર 1990માં રાજેન્દ્રસિંહ અને સુલવિંદરસિંહના ઘરે થયો હતો. તેમના પિતા સેનામાં અધિકારી હતાં. રકુલનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો અને તેમનું પાલનપોષણ ન્યૂ દિલ્હીમાં થયું હતું. આર્મી પબ્લિક સ્કૂલ ધૌલા કુંઆથી પોતાના સ્કૂલનું શિક્ષણ પુરું કર્યાં પછી રકુલે દિલ્હી વિશ્વવિદ્યાલયના જીસસ એન્ડ મેરી કૉલેજમાં ગણિતનું શિક્ષણ મેળવ્યું હતું.

રિપોર્ટ મુજબ, રકુલ એક ગોલ્ફ ખિલાડી બની અને રાષ્ટ્રીય સ્તરે રમી પણ છે.

રકુલને એક નાનો ભાઈ છે જેનું નામ અમનપ્રીત સિંહ છે. ઘણીવાર રકુલ તેના ભાઈ સાથે ફોટો અને વીડિયો શેર કરે છે. અમને ‘રામ રાજ્ય’ બોલિવૂડમાં તેની શરૂઆત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જ્યારે તે કૉલેજમાં હતી ત્યારે તેને મોડેલિંગમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2009માં રકુલે કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’માં તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, ‘તેમણે પોકેટ મની કમાવવા માટે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.’

ફિલ્મ દ્વારા તેમણે ખૂબ જ રૂપિયા કમાયા, પણ રકુલે કોલેજ પાછા જવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મ ‘ગિલ્લી’ની સફળતા પછી તેમણે મોડેલિંગ પણ કર્યું હતું. તેમણે વર્ષ 2011માં ફેમિના મિસ ઇન્ડિયા પેજેન્ટમાં ભાગ લીધો અને પાંચ સબટાઇટલ જીત્યા હતાં.

થોડાં દિવસ મોડેલિંગ કર્યાં પછી રકુલે ફિલ્મોમાં પાછા આવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2011માં તેમણે સિદ્ધાર્થ રાજકુમાર સાથે ‘કેરાતમ’ નામની એક તેલુગુ ફિલ્મ કરી હતી. આ પછી તમિલ ફિલ્મ ‘થડિયારા થાકા’માં તેમણે એક સપોર્ટિંગ રોલ પ્લે કર્યો હતો. વર્ષ 2013માં તેમણે ‘પુથગામ’ નામની એક તમિલ ફિલ્મ કરી હતી. દુર્ભાગ્થી આ ફિલ્મમાં તેમને ઓળખ મળી નહોતી.

રકુલે સુદીપ કિશન સાથે ‘વેંકટાદ્રી એક્સપ્રેસ’ નામની એક ફિલ્મ સાઇન કરી, જે નવેમ્બર 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો હતો. રકુલ ટૉલિવૂડમાં સૌથી વધુ માગવાળી એક્ટ્રસ બની ગઈ હતી. ફિલ્મ ‘વેંકટાદ્રી એક્સપ્રેસ’માં સફળતા મળ્યા પછી રકુલે ફિલ્મ ‘યારિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

રકુલે તમિલમાં તેમની ત્રીજી ફિલ્મ ‘યેનનામો યેદો’થી કમબેક કર્યું હતું, પણ તે એક સાથે ત્રણ ફિલ્મો કરી તેલુગુમાં સૌથી વ્યસ્ત એક્ટ્રસમાંથી એક બની ગઈ હતી. એક વર્ષમાં ત્રણ રિલીઝ સાથે, રકુલ ધીરે ધીરે ટોલિવૂડમાં સ્ટાર બનવા તરફ આગળ વધવા લાગી હતી.

રકુલે વર્ષ 2018માં બોલિવૂડમાં ફરી કામ કર્યું હતું. તેમણે સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘અય્યારી’માં લીડ રોલ પ્લે કર્યો હતો, જેને લોકોએ પસંદ કર્યો નહોતો. આ ઉપરાંત રકુલપ્રીત સિંહ અજય દેવગન સાથે ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં પણ જોવા મળી હતી. સૌભાગ્ય સાથે ફિલ્મ બોક્સ ઓફિસ પર એક મોટી હિટ બની ગઈ હતી. આ ફિલ્મ સાથે રકુલે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી હતી.

રકુલ ફિટનેસ અંગે ખૂબ જ અવેયર છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે વર્કઆઉટ ક્યારેય છોડશે નહીં.’ લૉકડાઉન દરમિયાન તેમણે વર્કઆઉટ પર તેમની એક યૂટ્યુબ ચેનલ પણ લોન્ચ કરી છે, જ્યાં તે તેમના રુટિન વર્કઆઉટના વીડિયો શેર કરી, ડાયટ પ્લાન અને સ્કિનકેર વિશે જણાવે છે. તેમની યૂટ્યુબ ચેનલ પર લગભગ 174 હજાર સબસ્ક્રાઇબર છે.

રકુલપ્રીતની મોટાભાગની હિટ ફિલ્મો તેલુગુમાં છે, તેમણે અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તુલનામાં ટૉલિવૂડમાં વધારે કામ કર્યું છે.

હાલમાં જ રકુલ અને રાણા દગ્ગુબાતી વચ્ચે લિંકઅપની અફવા સામે આવી હતી. જોકે, રકુલે આ વાતને એક અફવા ગણાવી અને તેમને રાણા દગ્ગુબાતીને સારો ફ્રેન્ડ ગણાવ્યો હતો.

થોડાં દિવસ પહેલાં રકુલે રિયા ચક્રવર્તી સાથે ફોટો અને વીડિયો શેર કર્યાં હતાં. ગયાં અઠવાડિયાએ રિયાએ NCB સામે રકુલનું નામ લીધું હતું.