Only Gujarat

Bollywood FEATURED

પેરેન્ટ્સના નિધન બાદ એકના એક ભાઈની નિકટ હતી જૂહી ચાવલા

મુંબઈઃ 90ના દાયકામાં એક્ટ્રેસ જૂહી ચાવલા ઘણા સુપરસ્ટાર એક્ટર્સ સાથે કામ કરી ચૂકી છે. જૂહી હંમેશાં તેની પર્સનલ અને પ્રોફેશન લાઇફ અલગ રાખે છે. પરંતુ તાજેતરમાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં તેના ભાઇ બોબી ચાવલા વિશે વાત કરી. જેમનું દુઃખદ અવસાન 6 વર્ષ પહેલાં થયું હતું.

જૂહી ચાવલાના ભાઇને વર્ષ 2010માં સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેઓ કોમામાં સરી પડ્યા હતા. લગભગ ચાર વર્ષ કોમામાં રહ્યા બાદ બોબીનું અવસાન થયું. બોબી જૂહીનો ભાઇ હોવાની સાથે-સાથે શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટના સીઈઓ પણ હતા અને શાહરૂખના બહુ સારા મિત્ર પણ હતા.

હવે ભાઇના મૃત્યુના 6 વર્ષ બાદ જૂહી ચાવલાએ જણાવ્યું કે, ભાઇ બોબી ચાર વર્ષ સુધી હોસ્પિટલમાં રહ્યા, એક દિવસ પણ ઘરે ના આવ્યા અને તેમણે હોસ્પિટલમાં મોટાભાગનો સમય આઈસીયુમાં જ પસાર કર્યો હતો. બોબી જૂહીના મોટાભાઇ હતા અને બંને એકબીજાની ખૂબ જ નજીક હતાં. જૂહીને એક જ ભાઇ હતા અને તે બોબી હતા.

આગળ કહેતાં જૂહીએ કહ્યું કે, મા-બાપના મૃત્યુ બાદ બધાંને એમ જ આશા હતી કે તેનો ભાઇ હંમેશાં તેની સાથે રહેશે અને બંને દુનિયામાં સાથે જ આગળ વધશે.

વધુમાં જૂહીએ જણાવ્યું કે, બોબી સાથે જે પણ થયું, એ અંગે તેણે ક્યારેય વિચાર્યું નહોતું અને આવી આશા પણ નહોતી. તેમના જેવા માણસ સાથે આવું થાય એવો વિચાર પણ ના આવે.

આગળ વાત વધારતાં જૂહી જણાવે છે કે, લોકો તેને પૂછે છે કે, આખરે તે આટલી સિમ્પલ કેમ છે. તો જૂહી જણાવે છે કે, તેણે જીવનના સૌથી સારા દિવસો જોયા છે, તો સાથે જ ખૂબ જ મુશ્કેલ દિવસો પણ જોયા છે.

જૂહી જણાવે છે કે, તેણે તેની સૌથી નજીકના માણસો જ ખોયા છે અને ત્યારબાદ જ તે ધર્મધ્યાનમાં રસ લેવા લાગી. જોકે આ બાબતે એક્ટ્રેસ પોતાને સૌથી નસીબદાર માને છે કે, તેની પાસે સપોર્ટિંગ પતિ અને ખુશહાલ ફેમિલી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page