Only Gujarat

FEATURED National

પ્રેમિકાની આત્મહત્યાથી રોષે ભરાયેલા પ્રેમીએ કર્યું એવું કામ કે આજે બંને પરિવાર કરી રહ્યા છે વિલાપ

ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લામાં પ્રેમ પ્રસંગ દરમિયાન આત્મહત્યા અને ખૂનનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ભાઇ તેની બહેનના પ્રેમ સંબંધમાં અવરોધ બની રહ્યો હતો. આ વાતથી પરેશાન તેની બહેને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે મહિલાના પ્રેમીને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પ્રેમિકાના ભાઈની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ ઘટના બુલંદશહેરના સિકંદરાબાદ વિસ્તારની છે. જ્યાં ગુરુવારે એક યુવાનની હત્યા કરાઈ હતી. મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. FIRમાં છેડતીનો વિરોધ કરવા અને લગ્ન માટે દબાણ કરવાના આરોપમાં તેની પુત્રીએ આત્મહત્યા અને તેના પુત્રની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પરંતુ પોલીસે આ બાબતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હત્યારા અને મૃતકની બહેન વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેમાં મૃતક ભાઈ અવરોધ હતો. તેનાથી પરેશાન યુવતીએ આત્મહત્યા કરી હતી. આ પછી, તેના ભાઈની છોકરીના પ્રેમીએ હત્યા કરી હતી. હાલમાં બે નામાંકિત અને એક અજાણ્યા સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી અને અજાણ્યો ફરાર છે. જ્યારે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

મૃતકની ઓળખ રામવીર તરીકે થઈ છે. તેના પિતાએ સિકંદરાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. એફઆઈઆર મુજબ આરોપી આકાશ તેના ઘરે આવતો જતો હતો અને તેની દીકરી પર ખોટી નજર રાખતો હતો. સાથે જ, છેડછાડ પણ કરતો હતો. લગ્ન માટે દબાણ કરતો હતો. આ અંગેની જાણ થતાં તેમના પુત્ર રામવીરે આકાશને ચેતવણી આપી હતી કે, તેમ ન કરે. પરંતુ આકાશ માન્યો ન હતો. આ વાતથી કંટાળીને તેની પુત્રીએ 8 નવેમ્બરના રોજ ઝેર પીને આત્મહત્યા કરી હતી.

આ વાતથી નારાજ થઈને આકાશ છોકરીનાં ભાઈ રામવીરને દુશ્મન માનાવા લાગ્યો હતો. અને 12 તારીખની સવારે રામવીરનાં ઘરે જઈને કરિયાણાનો સામાન માંગવાનાં બહાને દરવાજો ખોલાવ્યો અને રામવીરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે આ મામલામાં આકાશ, તેના ભાઈ કપિલ અને એક અજ્ઞાત વ્યક્તિના નામે કેસ દાખલ કર્યો છે. પોલીસે કપિલની ધરપકડ તો કરી લીધી પરંતુ અન્ય બે આરોપીઓ ફરાર છે.

You cannot copy content of this page