Only Gujarat

FEATURED National

ઘરની બહાર મહિલા બનાવી રહી હતી રંગોળી ને અચાનક જ ચોર ત્રાટક્યો ને પછી….

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચેન સ્નેચિંગની ઘટનાઓ સતત વધી રહી છે. આવી જ એક ઘટના લસૂડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. જ્યાં બાઈક પર આવેલા આરોપીઓ મહિલાની ચેન ચોરી કરીને ભાગી ગયા હતા.

લસૂડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહાલક્ષ્મી નગરમાં રહેતી મહિલા પોતાના ઘરની બહાર રંગોળી બનાવી રહી હતી. આ સમયે એક આરોપી ચૂપચાપ આવ્યો અને મહિલાના ગળામાંથી ચેન ખેંચી ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટના બાદથી જ વિસ્તારની મહિલાઓમાં ભય જોવા મળી રહ્યો છે. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચેન સ્નેચર્સની શોધ શરૂ કરી છે. પોલીસે વહેલી તકે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે તેવો દાવો કર્યો હતો. આરોપીઓ પહેલા તો ત્યાંથી નીકળ્યા હતા અને વૃદ્ધ મહિલાને રંગોળી બનાવવામાં વ્યસ્ત જોઈ ચેન ચોરી કરવાના ઈરાદે પરત આવ્યા અને પછી આ ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા.

આ ઘટના બાદથી લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે, મધ્ય પ્રદેશની ઔધોગિક રાજધાની ગણાતું ઈન્દોર હવે ક્રાઈમ કેપિટલ બનવા તરફ અગ્રેસર છે. ચેન સ્નેચીંગ કે પછી ધોળા દિવસે લૂંટની ઘટના, તમામ પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યાં છે અને અહીંના લૂંટારુઓ હવે બેફામ બન્યા છે.

વિસ્તારના એએસપી રાજેશ રઘુવંશીએ જણાવ્યું કે, બાઈક પર આવેલા બદમાશોએ એક મહિલાની ચેન ચોરી હતી. આ મહિલા પોતાના ઘરની બહાર રંગોળી બનાવી રહી હતી ત્યારે આ ઘટના ઘટી. આ અંગેનો સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે કર્યો છે અને પોલીસ આરોપીઓને શોધી રહી છે.

You cannot copy content of this page