Only Gujarat

FEATURED National

કુબેરનો ખજાનો પણ ખેડૂતના નસીબમાં ના રહ્યો, જાણો એવું તો શું બન્યું કે ખેડૂત ગરીબનો ગરીબ જ રહ્યો?

લખનઉઃ અચાનક કામ કરતા સમયે ખજાનો મળ્યા હોવાના સમાચાર ઘણીવાર સાંભળવા મળે છે, પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં ખેડૂતને વાવણી દરમિયાન પોતાના ખેતરમાંથી ખજાનો મળ્યો હતો.

આ ઘટના યુપીના અમરોહા જીલ્લાની છે. અહીં ખેડૂત પોતાના માલિકીના ખેતરમાં વાવણીનું કામ કરતો હતો ત્યારે તેનું ટ્રેક્ટર એક જગ્યાએ ફસાઈ ગયું. આ સમયે તેણે એક ઝાટકે ટ્રેક્ટર આગળ વધાર્યું તો ત્યાંથી તેને ચાંદીના સિક્કા અને ઘરેણાં મળી આવ્યા હતા.

આ નજારો જોઈ ખેડૂત નીચે ઉતર્યો અને સિક્કા તથા ઘરેણાંને જોવા લાગ્યો. અહીં પાસે તેને એક કળશ મળી આવ્યો હતો. તે કંઈ સમજે પહેલા જ લોકોની ભીડ જમા થઈ ગઈ અને તેમણે લૂંટ મચાવી બધા સિક્કા અને ઘરેણાં લઈ ભાગી ગયા. ખેતરના માલિક અને ખેતી કરનાર ખેડૂત નાજીમના હાથમાં કંઈ જ ના આવ્યું.

આ ઘટના બાદ ખેતરના માલિક શૌકત અલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તેણે વાવણી માટે ટ્રેક્ટર ભાડે લીધું હતું અને નાજીમ નામનો ખેડૂત અહીં ખેતી કરતો હતો અને આ દરમિયાન જ તેને કળશમાં ઘરેણાં અને સિક્કા મળી આવ્યા હતા. જોકે ત્યાં હાજર લોકોએ તેને લૂંટી લીધો અને નાસી છૂટ્યા હતા.

You cannot copy content of this page