Only Gujarat

National

પાકિસ્તાન ભારત પર વરસાવી રહ્યું હતું મિસાઈલ ને રોકેટે ત્યારે આ દીકરીએ કર્યો સામનો

નવી દિલ્હીઃ આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ આજના દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એ મહિલાઓને સોંપવાનો નિર્ણય કર્યો છે જેમની કહાનીઓ આપણે પ્રેરણા આપે છે. આ અવસર પર અમે પણ એક એવી મહિલા વિશે જાણકારી આપી રહ્યા છીએ જે પાકિસ્તાનની ગોળીઓ અને મિસાઇલ હુમલાનો સામનો કર્યો હતો. બાદમાં તેને કારગીલ ગર્લ નામથી ઓળખવામાં આવે છે.

અમે વાત કરી રહ્યા છીએ ગુંજન સક્સેનાની. ગુંજન ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાઇટ લેફ્ટિનન્ટ રહી ચૂકી છે. હાલમાં તે નિવૃત થઇ ગઇ છે. ગુંજન એ મહિલાઓમાંથી એક જ છે જેણે હિંમત અને દેશપ્રેમથી સાબિત કર્યું કે મહિલાઓ પણ સૈન્યમાં શોર્ય બતાવી શકે છે.

ગુંજન સક્સેના દેશની પ્રથમ મહિલા પાયલટ હતી જેણે યુદ્ધ ક્ષેત્રમાં ઉડાણ ભરી હતી. તેણે નીડર રહીને યુદ્ધ ક્ષેત્રમાં ચીતા હેલિકોપ્ટર ઉડાવ્યું હતું. આ દરમિયાન તેણે સૈન્યને જરૂરી સામાન પહોંચાડ્યો હતો અને સાથે ઇજાગ્રસ્ત સૈનિકોનું રેસ્ક્યું પણ કર્યું હતું.

ગુંજને યુદ્ધ ક્ષેત્રમાં અનેક વાર ઉડાણ ભરી હતી. દુશ્મનો એટલે કે પાકિસ્તાન તેના હેલિકોપ્ટર પર સતત ફાયરિંગ કરી રહ્યું હતું. એટલું જ પાકિસ્તાને રોકેટ લોન્ચર અને મિસાઇલથી પણ હુમલો કર્યો હતો પરંતુ નિશાન ચૂકી ગયા અને ગુંજન બચી ગઇ હતી.

ગુંજન પાસે તે સમયે કોઇ હથિયાર નહોતું. તે હથિયાર વિના પાકિસ્તાની સૈનિકોનો સામનો કરતી રહી અને અનેક જવાનોનું રેસ્ક્યૂ કર્યું હતું.

ગુંજનના ભાઇ અને પિતા બંન્ને સૈન્યમાં હતા. ગુંજને ગેજ્યુએશન સમયે જ દિલ્હીમાં સફદરગંજ ફ્લાઇંગ ક્લબ જોઇન કરી લીધી હતી. જ્યારે તેને જાણવા મળ્યું કે, પ્રથમવાર ઇન્ડિયન એરફોર્સમાં મહિલા પાયલટોની ભરતી ચાલી રહી છે તો તેણે પરીક્ષા આપી પાસ કરી લીધી હતી.

તે સમયે મહિલાઓને ઉડાણ ભરવાની મંજૂરી નહોતી. પરંતુ તેને તક મળી અને તેણે પોતાની જાતને સાબિત કરી હતી.

ગુંજનને તેની વીરતા માટે રાષ્ટ્રપતિએ શૌર્ય વીર એવોર્ડથી સન્માનિત કરી હતી.

ગુંજન સક્સેના પર એક ફિલ્મ પણ બની રહી છે. ફિલ્મનું નામ ધ કારગીલ ગર્લ છે. જેમાં જાહનવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page