Only Gujarat

Bollywood

બ્રેકઅપ બાદ પણ સારા મિત્રો છે કાર્તિક અને નાયરા, આ તસવીરો છે પુરાવો

મુંબઇઃ દેશભરમાં હોળીની ધૂમ છે. સામાન્ય લોકોથી લઇને બોલિવૂડ સેલિબ્રિટી પણ હોળીના તહેવાર મનાવે છે. ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના સેટ પર પણ હોળીનું સીક્વેન્સ શૂટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાયરા અને કાર્તિકે પણ એકબીજા સાથે હોળી રમી હતી. સેટ પર હોળીની કેટલીક તસવીરો વાયરલ થઇ છે. નોંધનીય છે કે ચાર મહિના અગાઉ નાયરા અને કાર્તિકના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના સેટ પર નાયરા અને કાર્તિકે હોળી રમી હતી.

કાર્તિક સાથે વંશ ગોયનકાએ પણ રંગો લગાવી મસ્તી કરી હતી.

કાર્તિક અને નાયરાના સેટ પર પહોંચ્યા ફેન્સની સાથે પણ હોળી રમી હતી.

હોળી દરમિયાન નાયરા અને કાર્તિક આ અંદાજમાં જોવા મળ્યા

દર વર્ષે હોળી પર નાયરા અને કાર્તિક વચ્ચે હોળી સિકવન્સ ફિલ્માવવામાં આવે છે.

નોંધનીય છે કે નવેમ્બર 2019માં બંન્ને વચ્ચેના બ્રેકઅપની ખબરો આવી હતી. જ્યારે કાર્તિક એટલે કે મોહસિન ખાને પ્રોડક્શન ટીમ પાસે અલગ વેનિટી વાનની ડિમાન્ડ કરી ત્યારે આ ખબરને પ્રોત્સાહન મળ્યુ હતું.

જ્યારે નાયરા એટલે કે શિવાંગી સાથે બગડતા સંબંધોને લઇને મોહસિને કહ્યુ હતું કે, મને તેનાથી કોઇ સમસ્યા નથી. અમે બંન્ને સાથે કામ કરતા ચાર વર્ષ થઇ ગયા છે. હું તેને એક પ્રોફેશનલ એક્ટ્રેસ તરીકે જોવું છું.

નોંધનીય છે કે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નૈતિક અને અક્ષરાની પ્રેમ કહાનીથી શરૂ થઇ હતી. હવે આ સીરિયલ તેમની દીકરી નાયરાની લવસ્ટોરી પર શિફ્ટ થઇ ગઇ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page