Only Gujarat

Bollywood TOP STORIES

ટૂંકા કપડાં નથી પહેરતી ટીવીની આ વહુઓ, ફેશનમાં બોલિવૂડ એક્ટ્રેસિસ પણ પડે ઝાંખી

મુંબઇઃ બોલિવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓનો બોલ્ડ અંદાજ તમામ લોકોને ગમે છે. બોલ્ડનેસને ફેશન માનવામાં આવે છે. પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જે બોલ્ડનેસને તો દૂરની વાત છે પરંતુ તે નાના કપડા પહેરતી નથી. તેમ છતાં પોતાની સ્ટાઇલથી મોટી મોટી એક્ટ્રેસને ટક્કર આપે છે. એવી જ ટીવીની પાંચ એક્ટ્રેસ અંગે તમને માહિતી આપીશું.

દિવ્યાંકા ત્રિપાઠી અનેક વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. દિવ્યાંકાની ટીવી સફર બનૂ મેં તેરી દુલ્હનથી કરી હતી. બાદમાં તે સતત અનેક ટીવી સીરિયલ્સમાં જોવા મળી. તાજેતરમાં જ ટીવી શો યે હૈ મોહબ્બતે ઓફ એર થયો છે. દિવ્યાંકા સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. અનેક વર્ષોની સફરમાં દિવ્યાંકાએ ક્યારેય શોર્ટ ડ્રેસ પહેર્યો નથી. તે સૂટ અને સાડીમાં જ જોવા મળે છે.

ટીવીની દુનિયામાં સિમરના નામથી જાણીતી એક્ટ્રેસ, દીપિકા કક્કડ ટીવીની સુંદર એક્ટ્રેસિસમાં ગણાય છે. દીપિકાને ક્યારેય પણ કોઇ સીરિયલ્સમાં નાના કપડામાં જોવા મળી નથી. તે હંમેશા સાડી અથવા સૂટમાં જોવા મળે છે. વાસ્તવિક લાઇફની વાત કરીએ તો તે ક્યારેય નાના કપડામાં જોવા મળી નથી. તેમ છતાં ટીવી પર તેનો જલવો છે.

નાના પડદાની જોધા બેગમ એટલે કે પરિધિ શર્માનું કહેવું છે કે તેને નાના કપડા પહેરવા બિલકુલ પસંદ નથી. પરિધિ જોધા અકબર બાદ સોની ટેલિવિઝનની પટિયાલા બેબ્સમાં જોવામળી હતી. આ સીરિયલ્સમાં પરિધિ ક્યારેય નાના કપડામાં જોવા મળી નથી.

ઇશ્ક મેં મરજાવાં ફેમ એક્ટ્રેસ અલીસ પવાર પણ એ એક્ટ્રેસમાં સામેલ છે જેણે પોતાના કરિયરમાં નાના કપડા પહેર્યા નથી, અલીશાને તેને ફેન્સ ખૂબ પસંદ કરે છે. ટીવી પર સફળ થયા બાદ તેણે ડ્રેસિંગ સેન્સનો ખ્યાલ રાખ્યો છે.

કૃતિકા સેંગરે જી ટીવીનો શો ઝાંસી કી રાનીથી દર્શકો વચ્ચે ઓળખ મેળવી છે. બાદમાં સીરિયલ કસમમાં કૃતિકા જોવા મળી હતી. કૃતિકાએ નાના કપડા પહેરવાનું પસંદ નથી તે ટ્રેડિશન ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page