વ્હાઈટ કલરના પેલેસને જોવા દૂર દૂર આવે છે લોકો, જુઓ અંદરની વૈભવી તસવીરો

નવાબ મંસૂર અલી ખાન પટૌડીની આજે વરસી છે. ક્રિકેટના મેદાન પર તેઓ ‘ટાઈગર’ના નામથી જાણીતા હતા. તેમની જિંદગી કોઈ ફિલ્મથી ઓછી નથી. અકસ્માતમાં એક આંખની રોશની જતી રહેવી, નવાબો જેવી શાન-શૌકત સાથે જીવવું અને પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી શર્મિલા ટાગોર સાથેના પ્રેમ પ્રકરણ માટે પણ તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. વરસીના મોકા પણ અમે તમને બતાવી રહ્યા છે હરિયાણામાં બનેલા પટૌડી પેલેસની તસવીરો, જે ઘણી વાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જુઓ ખૂબસૂરત પટૌડી પેલેસની અંદરની તસવીરો…

ગુડગાંવથી લગભગ 26 કિમી દૂર પટૌદી ગામમાં આ વ્યાઈટ કલરનો પેલેસ છે. જેને પટૌદી પેલેસના નામે ઓળખવામાં આવે છે. તેને વર્ષ 1900માં બનાવવામાં આવ્યો હતો અને તેને ઈબ્રાહિમ કી કોઠી પણ કહેવામાં આવે છે. વર્ષ 2014માં સૈફે તેનું રિનોવેશન કર્યું અને તેના ઈન્ટિરિયરને નવું સ્વરૂપ આપ્યું. ત્યારથી તેનો આખો પરિવાર રજા માણવા ત્યાં જ આવે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પેલેસમાં લગભગ 150 રૂમ છે, જેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ અને અનેક મોટા ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ રૂમ પણ સામેલ છે. આ પેલેસનું બાંધકામ સૈફ અલી ખાનના દાદા અને મંસૂર અલી ખાનના પિતા ઈફ્તિખાર અલી હુસૈન સિદ્દીકીએ કરાવ્યું હતું.

નવાબ પટૌદીની આ આલીશાન હવેલી અંદરથી સ્વર્ગથી કમ નથી. બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને કિંગ ખાનના બંગ્લોથી પણ લક્ઝુરિયસ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે પટૌદી પેલેસની સામે એક ખૂબ જ મોટો સ્વિમિંગ પૂલ છે અને અંદર શતરંજની જેમ બ્લેક એન્ડ વ્હાઈટ માર્બલ લાગેલા છે. બહાર લૉન છે અને ચારે તરફ હરિયાળી છે. મુંબઈના શોરથી દૂર આવી જગ્યાએ રહેવાની મજા કાંઈક અલગ જ છે.

જણાવી દઈએ કે આજના સમયમાં તેની કિંમત 800 કરોડની આસપાસ જણાવવામાં આવી રહી છે. આ મહેલમાં હાલ પટૌદી પરિવારનું કોઈ રહેતું નથી. 20 થી 25 નોકરો તેની દેખરેખ કરે છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે પટૌદી પેલેસની સામે એક મોટો સ્વિમિંગ પૂલ છે અને અંદર શતરંજની જેમ બ્લેક એન્ડ વ્હાઈટ માર્બલ લાગેલા છે. બહાર લૉન છે અને ચારે તરફ હરિયાળી છે.

જણાવી દઈએ કે બોલીવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં થઈ ચુક્યું છે. સફેદ દીવાલ, વુડન ફર્નિચર અને લાંબી સીડીઓના કારણે આ પેલેસ ખૂબ જ ખૂબસૂરત લાગે છે. ઈનડોર ગેમ્સ માટે પૂલ રૂમ પણ છે. મોટા સોફા સાથે દીવાલો પર અનેક તસવીરો પણ લાગેલી છે.

મંસૂર અલી ઉર્ફ નવાબ પટૌદીના મોત બાદ તેમને મહેલ પરિસરમાં આવેલી કબરમાં દફનાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ આલીશાન હવેલીમાં જિમથી લઈને ખેલ કૂદ સુધીની તમામ સુવિધાઓ છે. ક્રિકેટના મેદાનથી લઈને ગોલ્ફ સુધીની રમતો રમી શકાય છે.

એક ઈન્ટરવ્યૂમાં સૈફે જણાવ્યું હતું કે, પિતાના નિધન બાદ આ પેલેસને નીમરાણા હોટેલ્સને ભાડે આપી દેવામાં આવ્યો હતો. તેમને અમન અને ફ્રાંસિસ ચલાવતા હતા. ફ્રાંસિસના નિધન બાદ મને કહેવામાં આવ્યું કે હું મારો પેલેસ પાછો લઈ શકું છું.

2003માં મંસૂર અલી ખાનની માત સાજિદા સુલ્તાનના મોત બાદ તેમણે સરકારી બંગલો છોડવો પડ્યો હતો. જે બાદ નવાબ પટૌદી પત્ની શર્મિલા સાથે આ મહેલમાં રહેવા લાગ્યા હતા.

 

You cannot copy content of this page