Only Gujarat

Bollywood

આ એક્ટરે માધુરી દીક્ષિતને કિસ કરતી વખતે કરડી ખાધો હતો હોઠ ને કરી નાખી હતી લોહી લુહાણ!

વિનોદ ખન્નાનો  પાકિસ્તાનના પેશાવરમાં જન્મ થયો હતો. તેમણે બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત વિલનના કિરદારથી કરી હતી, પરંતુ બાદમાં તેઓ હીરો બની ગયા હતા. એ પણ એવા હીરો જેના માટે તાળીઓ પડતી હતી. સામાન્ય પરિવાર સાથે સંબંધ રાખતા વિનોદ ખન્નાએ પોતાના કરિયરમાં 150થી વધુ ફિલ્મો કરી હતી. પોતાના કરિયરમાં તેઓ અનેક એવા સીનના કારણે ચર્ચામાં રહ્યા, જેમાં તેઓ અભિનેત્રીને કિસ કરતા સમયે બેકાબૂ થઈ ગયા હતા.

માધુરી અને વિનોદ ખન્નાની સૌથી ચર્ચિત ફિલ્મ દયાવાન હતી. જેમાં એક સીનમાં એક્ટરે માધુરીને કિસ કરવાની હતી. આ રોમાન્ટિક સીન દરમિયાન વિનોદ ખન્નાએ અભિનેત્રીના હોઠ કરડી લીધા હતા. એટલું જ નહીં માધુરીના હોઠમાંથી લોહી નિકળવા લાગ્યું હતું.

આ સીન બાદ માધુરીએ લોકોની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. વિનોદ ખન્ના સાથે આ પહેલો પ્રસંગ નહોતો જ્યારે તેઓ બેકાબૂ થઈ ગયા હોય. માધુરી સિવાય વિનોદ ખન્ના ડિમ્પલ કપાડિયા સાથે પણ રોમાન્ટિક સીન કરતા સમયે બેકાબૂ થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ફિલ્મ પરમ ધરમમાં વિનોદ ખન્ના અને ડિમ્પલ કપાડિયાએ સાથે કામ કર્યું હતું. જેમાં મેકર્સને બંને વચ્ચે એક રોમાન્ટિક સીન ફિલ્માવવાનો હતો.

આ સીનમાં વિનોદ ખન્નાને અભિનેત્રીને કિસ કરવાનું હતું. જેવું મહેશ ભટ્ટે એક્શન બોલ્યું કે એક્ટર અક્ષયની સાસુને હગ અને કિસ કરવા લાગ્યા.

પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે શૂટ ખતમ થય બાદ મહેશ ભટ્ટે કટ કહ્યું તો પણ વિનોદ ખન્ના ન રોકાયા, ત્યારે ડિમ્પલ ડરી ગઈ અને પોતાના વિનોદથી છોડાવીને મેકઅપ રૂમમાં જઈને છુપાઈ ગઈ.

જે બાદ તે વિનોદ ખન્નાથી નારાજ થઈ ગઈ હતી અને શૂટ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે જઈને મહેશ ભટ્ટે તેની માફી માંગી અને તેને મનાવ્યા.

જણાવી દઈએ કે આજે વિનોદ ખન્ના ભલે દુનિયામાં નથી. પરંતુ તેની ફિલ્મો આજે પણ લોકોને યાદ છે. 2017માં તેમનું નિધન કેન્સરના કારણે થયું. કહેવામાં આવે છે કે, તેણે આ વાતને 6 વર્ષ સુધી મનમાં છુપાવીને રાખી અને ફિલ્મોનું શૂટિંગ કરતા રહ્યા હતા.

You cannot copy content of this page