Only Gujarat

Bollywood

લક્ઝૂરિયસ કાર અને લાઇફસ્ટાઈલનો શોખીન છે અજય દેવગણ, કારની ગણતરી કરતાં-કરતાં તમે થાકી જશો

મુંબઇઃ બોલિવૂડમાં એક્શન હીરો તરીકે જાણીતો અજય દેવગણે પોતાનો 51મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ દિલ્હીમાં થયો હતો. એવામાં તેના જન્મદિવસ પર તેની લાઇફસ્ટાઇલ અંગેની જાણકારી આપી રહ્યા છીએ. તે લક્ઝરી લાઇફસ્ટાઇલ અને લક્ઝરી કારોનો શોખીન છે.
90ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરનાર અજય દેવગણ આજે પોતાની તમામ ફિલ્મ માટે મોટી રકમ વસૂલે છે અને તે કારનો શોખીન છે. આ કારણ છે કે તેની પાસે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી સારું કાર કલેક્શન છે.

અજયે વર્ષ 2006માં Maserati Quattroporte ખરીદી હતી. અજય આ કારને ખરીદનાર પ્રથમ ભારતીય છે. આ કારની કિંમત લગભગ 2.8 કરોડ હતી.

તે સિવાય અજય પાસે રેંન્જરોવર વોગ પણ છે. આ કાર પોતાની સોલિડ ઓફ રોડ પરફોર્મન્સ માટે જાણીતી છે અને તેની કિંમત 2.7 કરોડ રૂપિયા છે. અજય પાસે પ્રતિષ્ઠિત બ્રાન્ડ મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ કાર પણ છે. આ લક્ઝરી કારની કિંમત 1.4 કરોડ રૂપિયા છે અને આ કાર સેલેબ્સની ખૂબ પસંદગીનીમાંની એક છે.

અજય દેવગણ ટૂ-સીટર કાર બીએમડબલ્યૂ જેડ 4નો માલિક છે. આ કાર યુવાઓ વચ્ચે લોકપ્રિય છે. આ કારની કિંમત લગભગ 98 લાખ છે. અજય પાસે રોલ્સ રોયલ્સ ક્લીનન પણ છે. આ સુપર લક્ઝરી કાર ની કિંમત 6.95 કરોડ રૂપિયા છે.

મુંબઇ સિવાય અજય પાસે લંડનમાં વિલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના આ વિલાની કિંમત 54 કરોડ રૂપિયા છે.

અજય પોતાનું પ્રોડક્શન હાઉસ Ajay Devgn Films ચલાવે છે. તેની કંપનીની વેલ્યૂ લગભગ 100 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે પ્રોડક્શન હાઉસે કાજોલની ફિલ્મ હેલીકોપ્ટર ઇલા બનાવી છે.

અજય એ સ્ટાર્સમાં સામેલ છે જેમની પાસે પ્રાઇવેટ જેટ છે. વર્ષ 2010માં અજયે એક જેટ ખરીદ્યું હતું. અજય આ જેટનો ઉપયોગ ફિલ્મ શૂટિંગ્સ, પ્રમોશન્સ અને પર્સનલ ટ્રિપ્સ માટે કરે છે. હૉકર 800 નામના આ જેટની કિમત 84 કરોડ રૂપિયા છે. કેટલાક રિપોર્ટ અનુસાર, અજયે આ જેટને વેચી માર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page