Only Gujarat

National TOP STORIES

પહેલાં લલચાવીને માણ્યું શરીરસુખ ને પછી કર્યું એવું કામ કે નહીં કરી શકો વિશ્વાસ

ચંદીગઢઃ ફતેહબાદ પોલીસે હનિટ્રેપના એક કેસનો પર્દાફાશ કરી એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ એક યુવકે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડાવવાની ફરિયાદ દાખલ કરાવી હતી. બંને આરોપી અનુપ સિંહ તથા મનોહરી દેવી હિજરવા તલાના રહેવાસી છે. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેને જેલ મોકલી દેવામાં આવ્યા હતાં.

ડીએસપી દલજીત સિંહે ગુરુવારે શહેર પોલીસ સ્ટેશનમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ફતેહાબાદમાં રહેતા સુરેન્દ્રે ફરિયાદ દાખલ કરાવી હતી કે તે ફતેહાબાદમાં દુકાન ચલાવું છું. અનુપ નિવાસી હિજરવાં સાથે તેની ઓળખાણ થઈ હતી. અનુપ અંદાજે 10 દિવસ પહેલા એક મહિલા સાથે તેને મળાવ્યો હતો.

સુરેન્દ્રે જણાવ્યું કે બાદમાં ધીમે ધીમે મારી દુકાન પર એ મહિલાનું આવન-જાવન શરૂ થયું. બાદમાં એ મહિલાની લોભામણી વાતોમાં આવી એક દિવસ બંનેની મંજુરીથી શારીરિક સંબંધ બનાવ્યા હતા.

બાદમાં મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવવાની વાત કરી 20 લાખ રૂપિયાની માગણી કરવા લાગી. અનુપે સમાધાન કરાવી બંને સાથે વાતચીત કરી 80 હજારમાં સોદો નક્કી કર્યો, જેમાં પહેલા 50 હજાર આપવાનું નક્કી થયું. બ્લેકમેલિંગથી તંગ આવી સુરેન્દ્રે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરી.

સુરેન્દ્રની ફરિયાદ પર શહેર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એસઆઇ રણજીત સિંહે પોલીસ ટીમ તૈયારી કરી અને સુરેન્દ્રની દુકાન પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન મહિલા તથા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. પોલીસે એ સમયે મહિલાને આપેલા 50 હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page