Only Gujarat

Bollywood

લગ્નના એક જ વર્ષમાં આ રાજકારણીના દીકરાના લગ્ન તૂટવાના આરે, હાલ પત્નીથી રહે છે અલગ

મુંબઇઃ પોલિટિશીયન અને એક્ટર રાજ બબ્બર અને સ્મિતા પાટીલના દીકરા પ્રતીક બબ્બરનું લગ્નજીવનમાં બધુ સારુ ચાલી રહ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, તે પોતાની પત્નીથી ઘણા સમયથી અલગ રહે છે. નોંધનીય છે કે પ્રતિકે સાન્યા સાગર સાથે 23 જાન્યુઆરી 2019ના રોજ લગ્ન કર્યા હતા પરંતુ હવે તેમની વચ્ચે અણબનાવ હોવાની વાત આવી રહી છે. જોકે, બંન્નેમાંથી કોઇએ અલગ થયાની વાત કરી નથી.
સ્પોટબૉયના રિપોર્ટ અનુસાર, લોકડાઉનના કારણે બોલિવૂડ કપલ્સ ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે ત્યારે પ્રતીક અને સાન્યા છેલ્લા ઘણા સપ્તાહથી અલગ રહે છે.

નોંધનીય છે કે બબ્બર પરિવારની વહૂ સાન્યા પરિવારના અનેક ફંક્શન જેવા કે હોળી અને રાજ બબ્બરની એનિવર્સરીની પાર્ટીમાં પણ જોવા મળી નહોતી.

એટલું જ નહી સાન્યાએ પતિ પ્રતિકને વિલિયમ શેક્સ પિયરના પ્લે જૂલિયસ સિઝરને જોવા માટે આમંત્રણ આપ્યું નહોતું જેમાં પોટિયાનું પાત્ર ભજવી રહી હતી. આ અગાઉ બંન્ને સોશિયલ મીડિયા પર એકબીજાન અનફોલો કર્યા હતા.

પ્રતીકે સાન્યા સાથે શેર કરેલી તમામ રોમેન્ટિક તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે.જોકે, બંન્નેએ હજુ સુધી સતાવાર જોઇ જાહેરાત કરી હતી.

સાન્યાના પિતા પવન સાગર પણ રાજનેતા છે. પવન સાગર બહુજન સમાજ પાર્ટીના લીડર છે અને પાર્ટીના ચીફ માયાવતીના નજીક છે. સાન્યા રાઇટર, ડિરેક્ટર અને એડિટર છે. તેણે NIFTથી ગેજ્યુએશન કર્યું છે.તે સિવાય તે લંડન ફિલ્મ એકેડમીમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.

પ્રતીકે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, સાન્યા સાથે સંબંધોની શરૂઆત વન નાઇટ સ્ટેન્ડથી થઇ હતી. બાદની મીટિંગમાં અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા, અમારી વચ્ચે ઘણી વાતો કોમ છે. અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા.

નોંધનીય છે કે પ્રતીક ઓછી ઉંમરમાં ડ્રગની લતના કારણે 19 વર્ષમાં રિહેબ સેન્ટરમાં જઇને આવ્યો હતો. મમ્મી સ્મિતાના મોત બાદ પ્રતીકને તેની નાનીએ ઉછેર્યો હતો. નાનીના મોતને પ્રતીક તેની લાઇફનું સૌથી મોટું નુકસાન માને છે.

પ્રતીકે ફિલ્મ જાને તૂ યા જાને નાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પ્રતીકનું કહેવું છે કે ફિલ્મ એક પછી એક ફ્લોપ જવી અને એક્ટ્રેસ એમી જેક્સન સાથે રોમાન્સમાં નિષ્ફળતા મળવાના કારણે તેને નશાની આદત પડી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page