Only Gujarat

Bollywood

કુમાર શાનુનો દીકરો સલમાન ખાનના શો ‘બિગ બોસ’માં, આ કારણે અવાર-નવાર ઉડે છે મજાક

બોલીવુડના જાણીતા પ્લેબેક સિંગર કુમાર સાનૂના દીકરા જાન કુમાર સાનૂ જલ્દી જ રિયાલિટીશો બિગ બૉસ 14માં પ્રતિસ્પર્ધી તરીકે સામેલ થવાના છે. 26 વર્ષના જાન આ શો માં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, જ્યારે તેને શોની ઑફર મળી તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જાને કહ્યું કે, હું પહેલા સિઝનથી શો જોતો આવ્યો છે અને પહેલી સિઝનથી જ તેનો ફેન રહ્યો છું. હવે તેનો પ્રતિસ્પર્ધી બનીને મને વધુ મજા આવશે. શોની ઑફર સ્વીકારતા પહેલા મે પરિવાર સાથે ચર્ચા કરી અને બાદમાં ઑફર સ્વીકારી. જાણો જાન વિશે કેટલાક ફેક્ટ્સ…

જાન કુમાર સાનૂ અને રીટાના દીકરા છે. તેમનો જન્મ 14 એપ્રિલ, 1994ના કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ જયેશ ભટ્ટાચાર્ય છે. તે 3 વર્ષની ઉંમરથી ગીત ગાઈ રહ્યા છે. તેણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. જાને પોતાનું સ્કૂલિંગ માનેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલ, મુંબઈથી કર્યું. જે બાદ તેણે કોલકાતા યુનિ.થી ગ્રેજ્યુએશન કર્યું.

માતા-પિતાના થયા છૂટાછેડા
જાન પોતાની માતા રીટા સાથે રહે છે કારણ કે 1994માં પિતા કુમાર સાનૂ અને માતાના છૂટાછેડા થઈ ગયા હતા. જે બાદ કુમાર સાનૂએ સલોની સાહૂ સાથે લગ્ન કર્યા હતા. બંનેની બે દીકરીઓ છે. જાને વર્ષ 2016માં યૂટ્યૂબ પર પિતાના હિટ ગીત દિલ મેરા ચુરાયાને પોતાની અવાજમાં ગાયું હતું. જેને 5 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા હતા.

નેપોટિઝ્મની પ્રોડક્ટ કહેવાતા આપી સફાઈ
સોનૂની બિગ બૉસમાં એન્ટ્રી પર મૉડલ સોફિયા હયાતે સવાલ ઉઠાવ્યા હતા. તેણે શો ના મેકર્સ પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યા હતા. જેના પર જાને એક ઈન્ટરવ્યૂમાં રહ્યું હતું કે, હું નેપોટિઝ્મની પ્રોડક્ટ નથી. જો એવું હોત તો અત્યાર સુધીમાં હું અનેક ફિલ્મોમાં ગીત ગાઈ ચુક્યો હોત અને જાણીતો હોત.

નેપોટિઝ્મ સ્ટાર કિડ્સ વિશે હોય છે. પરંતુ મારા કેસમાં એવું નથી. મારા પિતાએ મને બાળપણમાં જ કહી દીધું હતું કે, જે મેળવવું હોય તે તારા દમ પર મેળવજે. અત્યાર સુધીમાં મને જે કામ મળ્યા છે તે મારા દમ પર મળ્યા છે, મારા પિતાએ કોઈ પણ પ્રકારે મદદ નથી કરી.

નામના કારણે ટ્રોલ થયા હતા જાન
જ્યારે જાનના બિગ બૉસમાં આવવાની ચર્ચા થઈ હતી ત્યારે તે નામના લીધે ટ્રોલ થઈ ગયા હતા. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે જાનના નામનો મજાક ઉડાવતા કહ્યું હતું કે, મને ખબર પડી છે કે જે રીતે બપ્પી લાહિરીના દીકરાનું નામ બપ્પા લાહિરી છે, એ જ રીતે કુમા સાનૂના દીકરાનું નામ કુમાર જાનૂ છે. આ જ કારણે તેના પર અનેક મીમ્સ બન્યા હતા. જેના પર સફાઈ દેતા જાને કહ્યું હતું કે, ભાઈ મારું નામ જામ કુમાર સાનૂ છે, પ્લીઝ મીમ ન બનાવો યાર.

You cannot copy content of this page