Only Gujarat

Bollywood

કરીનાના નણદોઈએ છાતીની નીચે ત્રોફાવ્યું આ ખાસ પ્રકારનું ટેટુ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર કુણાલ ખેમૂની પોતાની દીકરી ઈનાયા નૌમી સાથે સારી બોન્ડિંગ છે. તે ઘણીવાર પોતાની દીકરી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે કુણાલે પોતાની દીકરીના નામનું સુંદર ટૈટૂ પોતાના શરીર પર બનાવડાવ્યું છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

ડૉટર્સ-ડે પર શેર કરી હતી ક્યૂટ તસવીર
કુણાલે ડૉટર્સ-ડે પર પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી દીકરી ઈનાયા નૌમી સાથેની એક ક્યૂટ તસવીર શેર કરી હતી. જેમાં ઈનાયા પોતાના પિતાના ખોળામાં જોવા મળી રહી છે. આ સાથે એક્ટર કુણાલે એક શાનદાર પોસ્ટ લખી હતી.

કુણાલ ખેમૂનું ફિલ્મી કરિયર
વર્કફ્રન્ટની વાત કરીએ તો કુણાલ ખેમૂની ફિલ્મ ‘મલંગ’ થિએટરમાં રીલિઝ થઈ હતી. જે પછી કોરોનાને કારણે ‘લૂટકેશ’ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામા આવી. જે પછી કુલાણ ખેમૂ ‘અભય 2’ નામની વેબ સીરિઝમાં પણ જોવા મળ્યો હતો.

You cannot copy content of this page