Only Gujarat

Bollywood FEATURED

છ વર્ષની ભત્રીજીને પ્રિયંકા ચોપરાએ આ રીતે કર્યો બર્થ-ડે વિશ, જુઓ તસવીરો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ લગ્ન બાદથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તે પોતાના સાસરિયાની ખૂબ નજીક છે. તેણે પોતાની જેઠાણીની દીકરી એલિનાને બર્થ-ડે વિશ કરતા ફોટો શેર કર્યો હતો. પ્રિયંકાએ ટ્વિટર પર પોતાની ભત્રીજી એલિના સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, હેપ્પી 6 th બર્થ-ડે સુંદર યુવતી. તું ખૂબ પ્રેમાળ છે એલિના.

નોંધનીય છે કે કેવિન જોનસે ડેનિલે જોનસ સાથે વર્ષ 2009માં લગ્ન થયા હતા. આ લગ્નથી કપલને બે દીકરીઓ છે.  એલિના મોટી દીકરી છે જ્યારે નાની દીકરીનું નામ વેલેન્ટીના છે. વેલેન્ટીના ત્રણ વર્ષની છે.

પ્રિયંકાના સાસરિયામાં બે જેઠ, એક દિયર, સાસુ-સસરા અને બે ભત્રીજી છે. હિટ હોલિવૂડ સીરિઝ મૈટ્રિક્સમાં પ્રિયંકા ચોપરાની એન્ટ્રી થવા જઇ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા સીરિઝની ચોથી ફિલ્મમાં જોવા મળી શકે છે પ્રિયંકા ચોપરાએ ટીવી સીરિઝ ક્વોન્ટિકોથી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સિવાય તે બેવોચમાં જોવા મળી હતી. મૈટ્રિક્સ સીરિઝમાં જોડાવાને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page