Only Gujarat

FEATURED National

કુખ્યાત ગેંગસ્ટરની પત્ની છુપાઈને કરતી હતી આ કામ, પોલીસને ખબર પડી તો…

જયની પત્ની શ્વેતા ગરીબ પરિવારથી છે. આવકનો કોઈ સ્ત્રોત નથી. નકલી આઈટીઆર ભરીને કાળી કમાણીને સફેદ કરવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. કાળો કારોબાર કરવાની તમામ જાણકારી તેમના લેપટોપ અને ડાયરીમાં છે. આ વાતનો ખુલાસો અધિવક્તા સૌરભ ભદૌરિયાએ ઈડી લખનઊની ટીમ સામે કર્યો.

ઈડીના સંયુક્ત નિર્દેશકે સોંપેલા શપથપત્રમાં સૌરભે ગેંગસ્ટર જય બાજપેઈ અને ગેંગના લોકો દ્વારા સટ્ટા કારોબાર, બીસી વેપાર, વ્યાજ પર રૂપિયા આપવા સહિતના કામમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે જય અને વિકાસે અને સરકારી જમીનોને પોલીસકર્મીઓના સહયોગથી વેચી નાખી છે.

ગેંગસ્ટરે તેમને સંરક્ષણ આપનાર પોલીસકર્મીઓના નામ પર અનેક સંપતિઓ પણ ખરીદી છે. વિકાસ દુબે, ગેંગસ્ટર જય બાજપેઈ, તેના ખાસ સાથી અને ભાજપના નેતાની ફર્રુખાબાદ, લખીમપુર ખીરી, સીતાપુર, બિલ્હૌરમાં આવેલી 23 સંપત્તિઓનું વિવરણ પણ સોંપવામાં આવ્યું.

સૌરભનું કહેવું છે કે, આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. બિકરૂ કાંડમાં શહીદ થયેલા આઠ પોલીસકર્મીઓના પરિવારજનો સિવાય જેલમાં બંધ 36 આરોપીઓને નોટિસ મોકલવામાં આવી છે. આ જ અઠવાડિયે તમામ આરોપીઓનું નિવેદન લેવામાં આવશે.

જણાવી દઈએ કે બિકરૂ કાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેના નજીકના જય બાજપેઈને પોલીસે પૂછપરછ માટે હિરાસતમાં લીધો હતો. બિકરૂ કાંડના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપમાં તેને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. તેની અનેક સંપત્તિઓને સીઝ કરી દેવામાં આવી હતી. જય અને તેના ભાઈઓનો પાસપોર્ટ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

You cannot copy content of this page