Only Gujarat

Health

દેશના BMIમાં કરાયો મોટો ફેરફાર, જાણો તમારું વજન આદર્શ છે કે નહીં?

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ન્યૂટ્રિશને દેશમાં મહિલાઓ અને પુરુષો માટેના આદર્શ વજનમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમો અનુસાર આદર્શ વજનમાં 5 કિલો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પુરુષોનું આદર્શ વજન 60 કિલો હતું, જેને વધારીને 65 કિલો કરવામાં આવ્યું છે. હવે દેશનો બૉડી માસ ઈન્ડેક્સ બદલાઈ ગયો છે.

તો મહિલાઓ માટેનું આદર્શ વજન 50 કિલો હતો, જેને વધારીને 55 કિલો કરવામાં આવ્યું છે. સાથે મહિલાઓ અને પુરુષોની આદર્શ લંબાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પુરુષો માટે આદર્શ લંબાઈ 5 ફુટ 6 ઈંચ અને મહિલાઓ માટે 5 ફુટ હતી.

પરંતુ હવે તેને પણ બદલી નાખવામાં આવી છે. નવા પ્રમાણે પુરુષો માટે 5 ફુટ 8 ઈંચ લંબાઈ આદર્શ માનવામાં આવશે અને મહિલાઓ માટે 5 ફુટ 3 ઈંચ નક્કી કરવામાં આવી છે.

રેફરન્સ એજમાં પણ કરાયો ફેરફાર
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ન્યૂટ્રિશને સોમવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ભારતીયો માટે પોષણ, આહાર અને અનુમાનિત સરેરાશ જરૂરિયાતોની ભલામણને પણ સંશોધિત કરવામાં આવે છે. દેશમાં મહિલા અને પુરુષોની રેફરન્સ એજમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. તેને 2010ના 20-39 ની જગ્યાએ 19-39 કરી દેવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે 1989ની વિશેષજ્ઞ કમિટીએ માત્ર બાળકો અને કિશોરોની લંબાઈને જ સામેલ કરી હતી. આ સિવાય 2010ની કમિટીએ માત્ર 10 રાજ્યોના જ નમૂના લીધા હતા.

કેમ કરવામાં આવ્યો ફેરફાર
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ન્યૂટ્રિશને જણાવ્યું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે ભારતીયોના પોષક ખાદ્ય તત્વોના સેવનમાં વધારો થયો છે. આ વર્ષના સર્વેમાં ગ્રામીણ વિસ્તારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલા માત્ર શહેરી વિસ્તારના લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા.

2020માં કરવામાં આવેલો સર્વે અત્યાર સુધીના તમામ સર્વેમાં સૌથી મોટો છે. જેમાં વૈજ્ઞાનિકોની પેનલે આખા દેશમાંથી ડેટા લીધો છે. જેમાં તમામ સંસ્થાઓના અધ્યયનને પણ સામેલ કરવામાં આવ્યા છે. પહેલી વાર આઈસીએમઆર એક્સપર્ટ કમિટીએ ફાઈબર આધારીત એનર્જીના પોષક તત્વોનું પણ ધ્યાન રાખ્યું છે.

શું હોય છે બીએમઆઈ?
આ એક લોકપ્રિય ટર્મ છે, જેના માધ્યમથી જાણી શકાય છે કે કોઈ વ્યક્તિના શરીરના હિસાબથી તેનું વજન અને ઉંચાઈ કેટલું હોવું જોઈએ. જો કોઈનું બૉડી માસ ઈન્ડેક્સ નક્કી કરવામાં આવેલા માપદંડથી વધુ હોય તો, તે શરીર માટે યોગ્ય નથી માનવામાં આવતું.

You cannot copy content of this page