Only Gujarat

Health

કોરોનાવાઈરસથી બચવા માટે N-95 માસ્ક પહેરો છો? તો આ માત્ર તમારા માટે છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને N-95 માસ્ક વિશે એક ચેતવણી આપી છે. સરકારે ચેતવણી આપી છે કે શ્વાસ લેવા વાળા છિદ્રોયુક્ત માસ્ક યુઝ ના કરે. આ પ્રકારના માસ્ક વાયરસને ફેલાતો અટકાવતા નથી અને હાનિકારક પણ સાબિત થાય છે. સરકાર તરફથી રજૂ થયેલા એડવાઇઝરીનું પાલન કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સેવાઓના મહાનિર્દેશકોએ રાજ્ય સ્વાસ્થ્ય અને મેડિકલ શિક્ષાના મુખ્ય સચિવોને લખ્યું છે કે, એવું જોવા મળી રહ્યું છે કે સ્વાસ્થ્ય કર્મી અને સામાન્ય લોકો દ્વારા N-95નો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. ખાસ કરીને અહીં N-95ના છિદ્રોવાળા માસ્ક અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.


સ્વાસ્થ્ય સેવાઓના મહાનિદ્દેશક સલાહ આપી છે કે, ઘર પર બનાવેલા માસ્કનો વધુ ઉપયોગ કરો. તેમજ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માસ્ક પણ ખરીદી શકો છો. સ્વાસ્થ્ય સેવાઓના મહાનિર્દેશકોએ રાજીવ ગર્ગે જણાવ્યું છે કે, ‘એવું જાણવા મળ્યું છે કે, N-95ના છિદ્રોવાળા માસ્ક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવા માસ્ક કોરોના વાયરસને ફેલોતો રોકી નથી શકતા.આ કારણથી લોકોને અપીલ છે કે, તે N-95 છિદ્રોવાળા માસ્કને બદલે ઘરે બનાવેલા માસ્કનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે’


એપ્રિલમાં સરકારે એક એડવાઇઝરી જાહેર કરતા જણાવ્યું હતું કે, ઘરથી બહાર નીકળતા પહેલા ઘરેથી બનાવેલા માસ્કનો ઉપયોગ કરો જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય અને તેનાથી બચી શકાય. એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે માસ્ક અને માસ્કના કવરને રોજ ધોઇને સાફ કરવો જરૂરી છે. આ સિવાય મોંને ઢાંકવા માટે કોટનના કપડાંનો પણ ઉપયોગ કરી શકો છો.


એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે, માસ્ક એવા કપડાંનું પસંદ કરો, જેને પાંચ મિનિટમાં ધોઇને સૂકાવી શકાય. માસ્કને ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને પણ ધોઇ શકાય છે. એડવાઇઝરીમાં જણાવ્યું હતું કે, માસ્ક ઘરે કેવી રીતે બનાવવો. આ સાથે માસ્ક એવો ટાઇટ પસંદ કરો, જેના કારણે મોં, નાક પાસે જરા જગ્યા ન રહે.


માસ્ક પહેરતા પહેલા હાથને સારી રીતે સાફ કરવા જરૂરી છે. એક વખત યુઝ કર્યાં બાદ માસ્ક ફેંકી દો અથવા તો ગરમ પાણીથી સારી રીતે ધોઇને જ તેનો બીજી વખત ઉપયોગ કરો. ફેસમાસ્ક કોઇ સાથે ક્યારેય શેર ન કરો. પરિવારના દરેક સભ્ય પાસે પોતાનો અલગ માસ્ક હોવો જોઇએ.


ભારતમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યા 12 લાખને પાર કરી ગઇ છે. જ્યારે સાજા થનાર દર્દીની સંખ્યા સાત લાખ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ થયેલા આંકડા મુજબ કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 27,497 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

You cannot copy content of this page