Only Gujarat

Health

ફેટી લિવરને કારણે શરીરમાં દેખાય છે આ લક્ષણો, આ રીતે તમે પણ ઓળખો

શરીરમાં ચરબી જમા થવી સ્વાસ્થ્ય માટે સારું નથી. આનાથી ન માત્ર શરીરનો શેપ બગડે છે પરંતુ અનેક રોગોનો ખતરો પણ વધી જાય છે.

ફેટી લિવર સિન્ડ્રોમ અથવા બીમારીના કિસ્સામાં લિવર પર ચરબી જમા થવા લાગે છે. જેના કારણે લિવરમાં ધીમે-ધીમે સોજો આવવા લાગે છે. પેટના જે ભાગમાં લિવર આવેલું છે ત્યાં પણ સોજો દેખાય છે.

ફેટી લિવરની બીમારીને કારણે શરીરને યોગ્ય એનર્જી નથી મળી શકતી, જેના કારણે વ્યક્તિ થાક અનુભવે છે.

તમે ક્યાંય પણ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આ સાથે જ વ્યક્તિને ઘણી નબળાઈ પણ લાગે છે.

કેટલાક લોકોમાં ફેટી લિવરને કારણે વજન ઝડપથી ઘટવા લાગે છે.

ફેટી લિવરથી પીડાતા લોકોમાં પણ ઘણી વખત કબજિયાતની સમસ્યા જોવા મળે છે.

ફેટી લિવર મગજને પણ ઘણા અંશે અસર કરી શકે છે અથવા તો એવું કહી શકાય કે અસર કરે છે.

You cannot copy content of this page