Only Gujarat

FEATURED Health

નિયમિત રીતે માઈક્રોવેવમાં ગરમ કરેલું ભોજન જમો છો? આ વસ્તુઓને ભૂલથી ના કરો ગરમ નહીંતર…

અમદાવાદઃ આપણે ઘણીવાર માઈક્રોવેવમાં ગરમ કરેલી વસ્તુઓ ખાઈ છીએ પરંતુ તમને ખ્યાલ છે કે માઈક્રોવેવમાં ગરમ કરેલું ભોજન ખાવાથી તમારી તબિયત બગડી શકે છે. માઈક્રોવેવનો ઉપયોગ કરતા પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે તેમાં કઈ વસ્તુ ગરમ કરવી જોઈએ અને કઈ નહીં. આજે આપણે એવી જ કેટલીક વસ્તુઓની વાત કરીશું, જે માઈક્રોવેવમાં ક્યારેય ગરમ કરવી જોઈએ નહીં.

જ્યારે માઈક્રોવેવમાં બાફેલા ઈંડા ગરમ કરવામાં આવે તો તે ફાટી જતા હોય છે. ગરમ હોવાને કારણે એગ્સ માઈક્રોવેવની અંદર નહીં ફાટે પરંતુ બહાર કાઢશો એટલે તરત જ ફાટી જશે. આમ ના થાય તે માટે એગ્સને નાના-નાના ટુકડામાં કાપી અને પછી જ માઈક્રોવેવમાં ગરમ કરો.

માઈક્રોવેવમાં ગરમ કરેલા ભાત ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ખરી રીતે, ભાતમાં બેસિલસ સીરિયસ નામના બેક્ટરિયા હોય છે. ગરમી બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે પરંતુ તે સ્પોર્સ ઉત્પન્ન કરે છે, જે એક પ્રકારનું ઝેર છે.

રિપોર્ટ્સ પ્રમાણે, જ્યારે ભાતને માઈક્રોવેવમાં રાખવામાં આવે ત્યારે તેમાં સ્પોર્સની સંખ્યા વધી જાય છે અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આ ઉપરાંત સીરિયસ એવા બેક્ટેરિયા છે, જે ટોક્સિન પેદા કરે છે. આ બેક્ટેરિયાથી ઝાડા, ઉલ્ટી જેવી બીમારી થઈ શકે છે.

જો તમે કોઈ પણ પ્રકારની ભાજી માઈક્રોવેવમાં ગરમ કરો છો તો તેમાં નાઈટ્રેટ્રેસ નાઈટ્રોસૈમાઈન્સમાં બદલાઈ શકે છે. આનાથી કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે.

બટાટામાંથી બનાવેલી કોઈ પણ વાનગી માઈક્રોવેવમાં ગરમ કરવી જોઈએ નહીં. બટાટાની વાનગીને માઈક્રોવેવમાં ગરમ કરવાથી તેમાંથી ઘાતક બેક્ટેરિયા પેદા થાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page