Only Gujarat

Bollywood FEATURED

ટીવીની આ એક્ટ્રેસે લગ્નના 4 વર્ષ પહેલાં બાળક અંગે કર્યું હતું કામ ને હવે છે એકદમ ટેન્શન ફ્રી!

મુંબઈઃ બોલિવૂડ઼ ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ અને ટીવી સીરિયલ ‘જસ્સી જૈસી કોઈ નહીં’માં કામ કરી ચૂકેલી જાણીતી એક્ટ્રેસ મોના સિંહે તેની લાઈફ સાથે જોડાયેલો સૌથી મોટો નિર્ણય લગ્ન પહેલાં જ લઈ લીધો હતો. મોનાએ ગત વર્ષે જ શ્યામ ગોપાલન સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન સમયે તેની ઉંમર 38 વર્ષ હતી. પરંતુ મોના સિંહે 34 વર્ષની ઉંમરે જ એગ્ઝ ફ્રીઝ કરાવી લીધા હતા.

લગ્નનાં 4 વર્ષ અગાઉ લીધો હતો આ નિર્ણય: મોનાએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મે 34 વર્ષની ઉંમરે જ મારા એગ્ઝ ફ્રીઝ કરાવી લીધા હતા. હવે હું ફ્રી છું. કારણ કે, હવે મારા લગ્ન થઇ ગયા છે, માટે હું મારા પાર્ટનર સાથે સમગ્ર વિશ્વમાં ફરીશ. મે હજુ સુધી એવું નથી કર્યું, હંમેશાં મારા પરિવાર અને મિત્રો સાથે જ મુસાફરી કરી છે. હવે હું મારા પતિ સાથે ફરવા ઈચ્છું છું કારણ કે, આ એક અલગ અનુભવ હશે. આ ઉપરાંત મને પણ બાળકો ગમે છે. પરંતુ જો તમે મને પૂછો તો હું અત્યારે આ માટે માનસિક રીતે તૈયાર નથી તેમ કહીશ. થોડા સમય પછી હું નિશ્ચિતપણે આ અંગે વિચારીશ.’

માતાના સાથે આપી હિંમત: મોનાએ આગળ જણાવ્યું કે, તેના આ નિર્ણયને માતાનો સપોર્ટ મળ્યો હતો. મોનાએ કહ્યું, ‘મારી માતાએ જ્યારે આ વિશે સાંભળ્યું કે મેં એગ્ઝ ફ્રીઝ કરાવવાનો નિર્ણય કર્યો છે તો તે ઘણા ખુશ થયા. અમે બંને પુણેમાં મારા ગાયનેકોલોજિસ્ટ પાસે ગયા હતા. આ પ્રોસેસમાં લગભગ 5 મહિના લાગ્યા હતા. હવે જેમ મેં પહેલાં કહ્યું- એમ હું ફ્રી છું.’

પતિ સાથે છે આવું બોન્ડિંગ: મોનાએ આગળ કહ્યું કે, ‘લગ્ન પછી ઘણી બધી વસ્તુનો અનુભવ પ્રથમવાર થયો. લગ્ન અગાઉ હું ગૌરવ સાથે જ મારી બધી વસ્તુ શેર કરતી અને હવે તેઓ મારા પતિ છે. તે મારા બેસ્ટ કમ્પેનિયન છે અને ઘણા સારા લિસનર પણ છે. હું એક ઓલ્ડ સ્કૂલ કાઈન્ડ વ્યક્તિ છું. અમે બંને એડજસ્ટ કરી રહ્યા છીએ. અમારી ખુદની પસંદ- નાપસંદ હોય છે. અમે બંને સ્ટ્રોંગ છીએ. એકબીજાનો આદર કરીએ છીએ.’

You cannot copy content of this page