Only Gujarat

Bollywood

આ સ્ટાર્સે ‘માતા’ને સાથે જ કર્યું હતું ડેટિંગ, કોઈએ છુપાવ્યા સંબંધો તો કોઈએ માની હતી આ વાત

મુંબઈઃ કોઈ ફિલ્મ કે સીરિયલની શૂટિંગના સેટ પર સેલેબ્સ એકબીજાને મળતા હોય છે. એકબીજા સાથે સમય પસાર કરે છે. એવામાં નિકટતા વધે તે સામાન્ય વાત છે. પરંતુ, ઘણીવાર ઓનસ્ક્રિન ભાઈ-બહેન અથવા માતા-પિતાના સંબંધમાં રહેતા રિયલ લાઈફમાં એકબીજાને ડેટ કરવા લાગે છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ એવા સેલેબ્સ વિશે જણાવીએ છીએ જેઓ ઓનસ્ક્રીન માતા-દીકરા કે સાસુ-જમાઈના રોલમાં હોવા છતાં એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

રામ કપૂર-ઈવા ગ્રોવરઃ ટીવીના જાણીતા એક્ટર રામ કપૂર સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં પોતાની કો-સ્ટારને ડેટ કરવા લાગ્યો હતો. સીરિયલ દરમિયાન એવા અહેવાલ આવ્યા હતા કે, રામ કપૂર અને ઈવા ગ્રોવર એકબીજાને ડેટ કરી રહ્યાં છે. સીરિયલમાં ઈવાએ રામ કપૂરની સાવકી માનો રોલ કર્યો હતો. જોકે બંનેએ ડેટિંગની વાતને ફગાવી દીધી હતી.

અંકિત ગેરા-મોનિકા સિંહઃ ટીવી સીરિયલ ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’માં લીડ રોલના ભાઈની ભૂમિકા ભજવતા અંકિત ગેરાનું નામ પણ શોમાં તેની માતા રહેલા એક્ટ્રેસ મોનિકા સિંહ સાથે જોડાયું હતું. અંકિત અને મોનિકા ઘણીવાર એક સાથે જોવા મળે છે. જોકે પછી બંનેના બ્રેકઅપના અહેવાલ સામે આવ્યા હતા.

હર્ષદ અરોરા-અપર્ણાઃ ટીવી પર આવતી સીરિયલ ‘માયાવી મલિંગ’માં લીડ રોલ કરનાર હર્ષદ અરોરા અને અપર્ણા કુમાર વચ્ચે અફેર હોવાની ચર્ચાઓ હતી. આ સીરિયલમાં અપર્ણા, હર્ષદની માતાના રોલમાં હતી. રિયલ લાઈફમાં બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. આ વાતને બંને સેલેબ્સે સ્વીકારી પણ હતી. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીર શેર કરતા રહે છે.

સિદ્ધાર્થ શુકલા-સ્મિતા બંસલ: સ્મિતા બંસલ અને સિદ્ધાર્થ શુકલાએ સીરિયલ ‘બાલિકા વધુ’માં સાથે કામ કર્યું હતું. આ શોમાં સ્મિતા સિદ્ધાર્થના સાસુના રોલમાં હતી. જ્યારે સિદ્ધાર્થ ગત વર્ષે બિગ બોસમાં જોવા મળ્યો હતો ત્યારે તે અને સ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યાં હતા તેવી ચર્ચાઓ થઈ હતી. જોકે બંનેમાંથી એક પણ સેલેબ્સે આ વાત સ્વીકારી નહોતી.

You cannot copy content of this page