Only Gujarat

Bollywood FEATURED

‘બધાઈ હો’ની એક્ટ્રેસે જણાવી દિલની વાત ને કહ્યું મેં ભોગવ્યું છે, તમે આવું ના કરતાં

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફેન્સની સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને અનેક વાતો કરે છે. હાલ તે ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં વેકેશન માણી રહી છે. નીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. તેમણે આ પોસ્ટને પોતાની સચ કહું તો સીરિઝ તરફથી શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાના અનુભવ શેર કર્યા છે અને પોતાની લવસ્ટોરી અંગે ખુલ્લીને વાત કરી હતી.

વીડિયોની શરૂઆત કરતાં નીનાજીએ જણાવ્યું હતું કે નમસ્કાર હું મુક્તેશ્વરથી વાત કરી રહી છું. સાચુ કહું તો કેટલાક એવા ડાયલોગ છે, જે હું તમને સંભળાવીશ. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે એક પરિણીત પુરુષ સાથે રિલેશનમાં આવી હતી. અનેક વખત તેનું મન કર્યું કે તે એ શખ્સની પત્નીને ફોન કરે અને બધુ જણાવી દે પરંતુ અનેક વખત ઝઘડા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

વીડિયો પૂર્ણ કરતી વખતે તેણીએ કહ્યું કે સાચુ કહું તો પરિણીત પુરુષ સાથે રિલેશન ના રાખવા જોઇએ. મેં આવું કર્યું છે. મેં ઘણું બધું સહન કર્યું છે, આથી હું તમને કહી રહી છું કે પ્લીઝ ક્યારેય આવું ન કરવું.

નીના ગુપ્તા હંમેશા જ પોતાની પર્સનલ લાઇફ પર ખુલ્લીને વાત કરી રહે છે. 60 વર્ષિય એક્ટ્રેસ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથે રિલેશનમાં હતી. નીના અને વિવિયન રિચર્ડસની એક દીકરી મસાબા ગુપ્તાનો જન્મ 1989મા થયો હતો. જોકે, બાદમાં વિવિયન રિચર્ડ્સે મરિયમ સાથે લગ્ન કરી લીધા અને નીનાએ સીએ વિવેક મેહરા સાથે લગ્ન કરી લીધા.

નીના ગુપ્તા છેલ્લે ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના, જિતેન્દ્ર કુમાર, ગજરાજ રાવ અને માનવી ગાગરુ નજર આવ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page