Only Gujarat

Bollywood FEATURED

સાડા 6 ફૂટ લાંબા એક્ટરે BSFની નોકરી છોડી મહાભારતમાં કર્યો હતો ભીમનો રોલ પ્લે

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે લાગુ લૉકડાઉન દરમિયાન 90નાં દશકની ફેમસ ટીવી સિરીયલ ‘રામાયણ’ અને ‘મહાભારત’ને રિટેલિકાસ્ટ કરવામાં આવી હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. ડીડી ભારતી પછી હવે કલર્સ ચેનલ પર ‘મહાભારત’ રોજ સાંજે 7 વાગ્યેથી 9 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. દરેક લોકોને શ્રીકૃષ્ણ બનેલા નીતિશ ભારદ્વાજ અને ભીમનો રોલ પ્લે કરનાર પ્રવીણ કુમાર સોબતી સહિતના પાત્રો લોકોને સારી રીતે યાદ છે. 6 ડિસેમ્બર 1947માં જન્મેલા પ્રવિણ કુમાર ભારત માટે એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ, એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.

સાડા 6 ફૂટના પ્રવીણ કુમાર 1960 અને 197માં સ્ટાર ઇન્ડિયન એથલીટ રહ્યા હતાં. તેમની ઊંચાઈને લીધે તે વર્ષો સુધી હૈમર થ્રો અને ડિસ્કસ થ્રોના ખેલાડી રહ્યા. વર્ષ 1996 અને 1970માં બેન્કોકમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં પ્રવીણે ડિસ્ક થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1996માં હૈમર થ્રોમાં પ્રવીણને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

1974માં તેહરાનમાં યોજાયેલા એશિયન ગેમ્સમાં પણ પ્રવીણને ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ મળ્યો હતો. 1968માં અને 1972માં થયેલા સમર ઓલમ્પિક્સમાં તેમને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સ્પોર્ટ્સને લીધે જ પ્રવીણ કુમારને BSFમાં ડેપ્યુટી કમાંડેન્ટની નોકરી મળી હતી પણ નસીબમાં બીજુ કંઈક જ લખાયેલું હતું. 1986માં એક દિવસ પંજાબી દેસ્તે પ્રવીણને આવીને કહ્યું કે, ‘બી. આર. ચોપરા ‘મહાભારત’ બનાવી રહ્યા છે અને તેમને ભીમના રોલ માટે એક બળશાળી વ્યક્તિ શોધી રહ્યા છે અને તેમની ઇચ્છા છે કે તમે એકવાર તેમની મળી આવો.’

આ પછી 1988 સુધી લગભગ 30 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પ્રવીણ કુમાર બી. આર. ચોપરાને મળ્યા અને ત્યારે જ નક્કી થયું કે, ‘મહાભારત’માં ભીમનો રોલ પ્રવીણ કુમાર સોબતી જ કરશે. ભીમનું કેરેક્ટર ખૂબ જ પ્રસિદ્ધ થયું કે, ખુદ પ્રવીણે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, ‘તેમને અનેકવાર લોકોએ બસ, ટ્રેન અને પ્લેનમાં સફર કરતાં ઘેરી લીધા હતાં.’

પ્રવીણ કુમારે તેમના એક્ટિંગ કરિયરની શરૂઆત 1981માં આવેલી ફિલ્મ ‘રક્ષા’થી કરી હતી. આ વર્ષે તેમણે બીજી ફિલ્મ ‘મેરી આવાજ સુનો’માં પણ આવી હતી. આ બંને ફિલ્મોમાં તેમની સાથે જિતેન્દ્ર હતા.

પ્રવીણ કુમાર સોબતીએ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘શહેનશાહ’માં પણ કામ કર્યું હતું. જેમાં તે મુખ્તાર સિંહના રોલમાં હતાં, જેને અમિતાભ બચ્ચન કહે છે કે, ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હે નામ હૈ શહેનશાહ.’ પ્રવીણે ચાચા ચૌધરી સિરીયલમાં સાબૂનો રોલ પ્લ કર્યો હતો.

એક ઇન્ટર્વ્યૂમાં પ્રવીણે કહ્યું હતું કે, ભીમનો રોલ પ્લે કર્યા પછી લોકો લાઇન લગાવીને પગે લાગતા હતા અને ખૂબ જ માન સન્માન આપતા હતા. પણ આ તે ટાઇપકાસ્ટ થઈ ગયા અને તેમની ખાસ ઇમેજ બની ગઈ. જેનો અફસોસ તેમને આજે પણ છે.

1998 સુધી સતત ફિલ્મો અને ટીવીમાં સક્રિય રહ્યા પછી પ્રવિણ કુમાર એક્ટિંગથી દૂર થઈ ગયા. લગભગ 14 વર્ષ પછી 2012માં તે ધર્મેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી એક ફિલ્મ ભીમમાં જોવા મળ્યા હતા, પણ, પછી તેમને એક્ટિંગને અલવિદા કહી રાજનીતિમાં જોડાયા હતાં. 73 વર્ષના પ્રવીણ કુમારે 2013માં આમ આદમી પાર્ટી જોઈન કરી અને વજીરપુરથી દિલ્હી વિધાનસભા માટે ચૂંટણી પણ લડ્યાં હતાં જેમાં તે હારી ગયા હતા. આ પછી 2014માં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

એક ઇન્ટર્વ્યૂમાં પ્રવીણ કુમારે કહ્યું હતું કે, હવે તે લોકોને મળવા માગતાં નથી. જોકે, તમની તબિયત પણ સારી રહેતી નથી અને તેમને ચાલવામાં પણ લાકડીનો સહારો લેવો પડે છે.

પ્રવીણ કુમારે ‘રક્ષા’, ‘ગજબ’, ‘હમસે હૈ જમાના’, ‘હમ હૈ લાજવાબ’, ‘જાગીર’, ‘યુદ્ધ’, ‘સિંહાસન’, ‘નામોનિશાન’, ‘ખુદગર્જ’, ‘લોહા’, ‘દિલજલા’, ‘શહેનશાહ’, ‘કમાન્ડો’, ‘માલામાલ’, ‘અગ્નિ’, ‘બીસ સાલ બાદ’, ‘પ્યાર મોહબ્બત’, ‘ઈલાકા’, ‘એલાન-એ-જંગ’, ‘આજ કા અર્જુન’, ‘નાકાબંધી’, ‘બેટા હો તો એસા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page