Only Gujarat

Bollywood

ડેવિડ ધવન કેમ ગોવિંદા સાથે કામ નથી કરવા ઇચ્છતા, વરૂન ધવને લીધા આશીર્વાદ

મુંબઈ: 65માં ફિલ્મફેર એવોર્ડસનું આયોજન શનિવારે રાતે ગુવાહાટીમાં કરવામાં આવ્યું. ઇવેન્ટમાં બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ પર્ફોર્મ કર્યું. આ દરમિયાન ગોવિંદા પણ પત્ની સુનીતા અને દિકરી ટીના આહુજા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન ગોવિંદા જ્યારે પોતાના પરિવાર સાથે બેઠા હતા ત્યારે અચાનક વરુણ ધવન ત્યાં પહોંચ્યા અને તુરંત ગોવિંદાના પગ પકડી લીધા. આ દરમિયાન ગોવિંદાની પત્ની અને દીકરી હસવા લાગી. ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં ગોવિંદા અને વરુણ ધવનના પિતા ડેવિડ ધવનની જોડીએ અનેક સુપરહિટ ફિલ્મો કરી. એટલું જ નહીં ગોવિંદાને નંબર વનનું સ્થાન અપાવવામાં ડેવિડ ધવનનો મહત્વનો રોલ માનવામાં આવે છે.

ગોવિંદા-ડેવિડની જોડીએ 15થી વધુ હિટ ફિલ્મો આપી છે. 90ની ફિલ્મોની વાત કરીએ તો ગોવિંદા અને ડેવિડ ધવનની જોડી સુપરહિટ ફિલ્મની ફોર્મુલા ગણાતી. બંનેની જોડીએ એ સમયમાં આંખે, રાજાબાબુ, કુલી નંબર વન, હિરો નંબર વન જેવી 15 જેટલી સુપરહિટ ફિલ્મો આપી. જો કે હવે ગોવિંદા અને ડેવિડના સંબંધોમાં ખટાસ આવી ગઇ છે અને આ વાત ગોવિંદાએ આપેલા નિવેદનમાં દેખાઇ હતી. ગોવિંદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મેં તેની સાથે અનેક હિટ ફિલ્મો કરી, પરંતુ હવે આ વાતને લઇને શંકા છે કે ફરી હું તેની સાથે કામ કરીશ કે નહીં.

ગોવિંદાના જણાવ્યા પ્રમાણે મેં એક ફિલ્મ માટે ડેવિડનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ તેમના નેગેટિવ જવાબથી મને ખુબ જ દુઃખ પહોંચ્યું. મને નથી લાગતું કે હવે હું ફરી તેમની સાથે કામ કરી શકીશ. વાત એવી બની કે ડેવિડે ચશ્મેબદ્દુર નામની એક ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મની કહાની મેં તેમને સંભળાવી હતી, પરંતુ બાદમાં તેઓએ અન્ય કોઇ સાથે ફિલ્મ શરૂ કરી. આ જાણીને હું દંગ રહી ગયો. આ અંગે મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે ડેવિડ હું ઇચ્છું છું કે આપણે આપણી 18મી ફિલ્મ સાથે કરીએ, પરંતુ તેઓ મને ફરી ફોન જ ન કર્યો.

ડેવિડની વાતથી મને ખુબ જ દુઃખ થયું. ગોવિંદાનું કહેવું છે કે ત્યારબાદ મારા સેક્રેટરીએ તેમને અનેક ફિલ્મ માટે ફોન કર્યો પરંતુ સામેથી તેણે રૂડ જવાબ આપ્યા કે ગોવિંદાને કહો કે આજકાલ તેઓ વધુ સવાલ કરવા લાગ્યો છે. તેને જે રોલ આપવામાં આવી રહ્યો છે તે જ કરવો જોઇએ. ડેવિડની આ વાત સાંભળી મને ખુબ જ દુઃખ થયું. તેનો પોતાનો પુત્ર હોય તો તે પણ સવાલ કરતો હોત.

મેં ક્યારેય સફળતાનો શ્રેય એકલો નથી લીધો. ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું કે ડેવિડે મને ખુબ જ હળવાશથી લીધો. 2009ના અંતમાં હું અને મારી પત્ની સુનિકા એક ઇવેન્ટમાં હતી, ત્યારે મારી પત્નીએ કહ્યું કે ડેવિડના ફોન આવી રહ્યાં છે. મેં તેણીને કહ્યું કે હવે હું તેની સાથે કામ નહીં કરું. ગોવિંદાએ કહ્યું કે ડેવિડ અને ગોવિંદાએ બંનેએ એકબીજાના કરીયર સંભાળવામાં મદદ કરી છે.

ગોવિંદાએ કહ્યું હતું કે હવે હું ડેવિડ સાથે ત્યારે જ કામ કરીશ જ્યારે તે ખુદ કોઇ ફિલ્મ લઇને મારી પાસે આવે. જો કે મારા પરિવાર અને દરેક એવું જ ઇચ્છે છે કે અમે બંને ફરી સાથે કામ કરીએ. મારા પરિવાર અવાર નવાર કહે છે કે હવે તમે તેની સાથે કામ નહીં કરીશે પોતાને કેમ છૂપાવે છે.

તાકતવર, સ્વર્ગ, શોલા ઔર શબનમ, આંખે, રાજાબાબુ, કુલી નંબર વન, સાજન ચલે સસુરાલ, હિરો નંબર વન, દિવાના-મસ્તાના, બનારસી બાબુ, બડે મિયાં છોટે મિયાં, હસીના માન જાએગી, કુંવારા, જોડી નંબર વન, ક્યોકી મેં ઝૂઠ નહીં બોલતા, એક ઔર એક ગ્યારાહ અને પાર્ટનર. (તસવીર-ડેવિડ ધવનની એક ફિલ્મમાં કરિશ્મા કપૂરની સાથે ગોવિંદા)

You cannot copy content of this page