Only Gujarat

FEATURED National

એક કપ ચા તમને કોરોનાના સંક્રમણથી બચાવશે? જાણો શું થયો સૌથી મોટો ખુલાસો

હાલ આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેમની માટેની વેક્સિનથી માંડીને તેને દૂર કરવાના કારગર પ્રયોગ પર દરેક દેશોમાં સંશોધન થઈ રહ્યું છે. કોરોના પર થઇ રહેલા શંસોધનમાંથી રોજ કંઇક નવા તારણ બહાર આવે છે. એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસ માટે વપરાતી દવા કરતા ચામાં રહેવું કેમિકલ આ વાયરસને દૂર કરવામાં વધુ કારગર છે. હિમાચલ પ્રદેશના પાલમપુરમાં આવેલી હિમાલય જૈવ સંપદા પ્રદ્યોગિકી શંસાધન (IHBT)ના નિર્દેશક ડોક્ટર સંજય કુમારે આ તથ્ય અંગે ખુલાસો કર્યો છે.

કોરોના વાયરસન મહામારી (Corona virus epidemic) COVID-19ના સંક્રમણથી બચવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી રજૂ થયેલા પ્રોટોકોલમા રોગ પ્રતિકારકશક્તિ વધારવાની વાત કરવામાં આવી છે. તો બીજી બાજું સંક્રમણ થયા બાદ ઇલાજ માટે હાઇડ્રોક્સીક્લોરોક્વિન(HCQ)ના બદલે એચઆઇવી પ્રતિરોધક દવાના ઉપયોગની શક્યતા વ્યક્ત કરી છે.

જો કે તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ કોરોનાના ઇલાજમાં ઉપયોગમાં લેવાતી દવાઓની સરખામણીમાં ચામાં રહેલું કેમિકલ કોરોના વાયરસ સામે લડવામાં વધુ કારગર છે. કાંગડામાં ચાય દિવસ પર આયોજીત એક સમારોહને સંબોધતા IHBTના નિર્દેશક ડોક્ટર સંજય કુમારે આ વાત જણાવી હતી.

ડોક્ટર સંજય કુમારના જણાવ્યા પ્રમાણે ચાયમાં એવા રસાયન હોય છે. જે કોરોના વાયરસને રોકવા માટે એચઆઇવી પ્રતિરોધક દવા કરતા વધુ અસરકારક છે. આપણા વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર આધારિત મોડલનો ઉપયોગ કરીને જૈવિક રૂપથી સક્રિય 65 રસાયણ અથવા તો પોલીફેનાલ્સનું પરીક્ષણ કર્યું છે. જે વિશિષ્ટ વાયરલ પ્રોટીનને એચઆઇવી પ્રતિરોધી દવા કરતા વધુ સક્રિયતાથી કામ કરે છે. આ રસાયણ તે વાયરલ પ્રોટિન્સની ગતિવિધિને રોકી શકે છે. જે માનવ કોશિકામાં વાયરસના પ્રસાર માટે મદદ કરે છે.

IHBT અન્ય સંસ્થાના સહયોગથી ચાય પર આધાકિત સેનેટાઇઝર, સુગંધિત તેલનું ઉત્યાદન કરી રહી છે. IHBTમાં ચાયના અર્કનો ઉપયોગ કરીને સાબુ પણ બનાવવામાં આવે છે. શોધકર્તાનું મત છે કે, આ સાબુ જીવાણી પ્રતિરોધક છે. એન્ટી વાયરલ છે. હાલ હિમાચલની 2 કંપની દ્રારા આ સાબુનું ઉત્પાદન અને વેચાણ થઇ રહ્યું છે.

હાલ ટી વિનેગરની ટેકનિક ધર્મશાલાની કંપની મૈસર્સ કાશ આઇ વિશને ટ્રાન્સફર કરવામાં આવી છે. ટી વિનેગર મેદસ્વીતા દૂર કરવા માટે પણ કારગર નિવડે છે. ઉપરાંત આયુષ મંત્રાલયની ભલામણ બાદ જડ્ડી બુટ્ટી યુક્ત હર્બલ ગ્રીન અને બ્લેક ઉત્પાદનન પણ શરૂ કરવામાં આવ્યું છે.

આ ઉત્પાદને સીએમ સ્ટાર્ટ અપ યોજના હેઠળ મંડીના એક ઉદ્યોગકારે શરૂ કર્યું છે. સંશોધનકર્તાને વિશ્વાસ છે કે કોવિડ-19 માટે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ચાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

You cannot copy content of this page