Only Gujarat

National

કહેવાતી ફાઇવસ્ટાર હોટલના રસોડમાં એટલી ગંદકી કે ત્યાં જવાનું નામ નહીં લો

ફાઇવસ્ટાર હોટલ રેડિસન બ્લૂમાં ભારતીય ખાદ્ય સુરક્ષા તથા માનક પ્રાધિકરણના આદેશ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વાસી ખાદ્ય સામગ્રી તથા એક્સપાયરી ડેટનો સામાન મળી આવ્યો હતો. આ તમામ સામાન નષ્ટ કરી દેવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બગડી ગયેલી ખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ખાદ્ય સુરક્ષાના માપદંડોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે જોવા માટે વૈદેહી કલજુનકર, મુકેશ ગીતે, મધ્ય પ્રદેશના અધિકારી શાલી ગૌલી, નામિત અધિકારી તથા કેન્દ્રિય લાઇસન્સના અધિકારી રેડિસન બ્લૂ આવ્યા હતા.

ચા, માઉથ ફ્રેશનર, પીનટ બટર, સરકોને વાપરવાની ડેટ એક્સપાયર થઈ ગઈ હતી. આ ઉપરાંત આદુ તથા બટાટા પણ સડી ગયા હતા.

આ ઉપરાંત અથાણાંની બરણીઓને ઢાંક્યા વગર રાખવામાં આવી હતી. સ્ટાફ કેન્ટીન તથા કાચા માલના ગોડાઉનમાં માખીઓ જોવા મળી હતી.

તપાસ દરમિયાન થર્ડ પાર્ટી ઓડિટિંગ, રેકોર્ડ, સહિતની અનેક બાબતોનો રેકોર્ડ પણ બતાવવામાં આવ્યો નહોતો. FSSAIના આદેશ પ્રમાણે, હોટલ તથા રેસ્ટોરાંએ નક્કી કરેલા રેટ પ્રમાણેના લાયસન્સ લેવા જરૂરી છે.

You cannot copy content of this page