Only Gujarat

National

સવારે ઉઠીને જોયું તો સામે પડ્યું હતું કોન્ડોમનું પેકેટ, મહિલાએ નોંધાવી ફરિયાદ

બેંગ્લોરઃ બેગ્લોરમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિ એક મહિલાના ઘરમાં અડધી રાત્રે કોન્ડોમના પેકેટ ફેંકે છે. એટલું જ નહી યુવક અડધી રાત્રે મહિલાના ઘરનો દરવાજો ખટખટાવી ભાગી જાય છે. વાસ્તવમાં પુતેનહાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારી એક મહિલાએ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વ્યક્તિ રાત્રે બે વાગ્યે મહિલાના ઘરનો દરવાજો ખટખટાવે છે.

ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, પહેલા યુવક ઘરનો દરવાજો ખટખટાવે છે જ્યારે દરવાજો ખુલતો નથી તો તે કોઇ રીતે એક બારી ખોલી દે છે અને લાઇટ ચાલુ કરી દીધી હતી. બાદમાં લાઇટ ચાલુ-બંધ કરવા લાગ્યો હતો. મહિલાએ દરવાજો ખોલ્યો નહી તો તે બારીમાંથી કોન્ડોમનું પેકેટ ઘરની અંદર ફેંકી ભાગી ગયો હતો.

ત્યારબાદ મહિલાએ 100 નંબર પર ફોન કરી પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ પહોંચી તે અગાઉ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ મહિલાએ સવારે જોયું તો હોલમાં કોન્ડોમનું એક પેકેટ પડેલું મળ્યું હતું. મહિલાએ જોયું કે અજાણ્યો વ્યક્તિ બારી ખોલવામાં સફળ રહ્યો પરંતુ તેણે ત્યાંથી કોન્ડોમનું પેકેટ પમ ઘરની અંદર નાખ્યું હતું.

પોલીસ આરોપીની શોધ કરી રહી છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઇ પોલીસ આરોપીની ઓળખવાનો પ્રયાસ કરી રહી છે, મહિલા દ્ધારા દાખલ ફરિયાદમાં કહેવામા આવ્યું છે કે તેણે વારંવાર દરવાજો ખટખટાવ્યો હતો.

જોકે, મહિલા રાત્રે જોઇ શકી નહોતી કે તે યુવકે કોન્ડોમનું પેકેટ ઘરમાં ફેંક્યું હતું. કારણ કે રાત્રે મહિલાએ દરવાજો ખોલ્યો નહોતો જ્યારે સવારે જાગી ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી.

પોલીસે મહિલા ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page