Only Gujarat

FEATURED National

આને કહેવાય પ્રેમ! બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ગર્લફ્રેન્ડે પહોંચી બીજા રાજ્યમાં!

કોરોના વાયરસના સંક્રમણના કારણે લોકો પોતાના લગ્ન પ્રસંગો હાલ મુલતવી રાખી રહ્યાં છે. પરંતુ પંજાબમાં આ સ્થિતિથી અલગ જ એક પ્રેમ કહાની સામે આવી છે. અહીં એક યુવતીએ બીજા રાજ્યમાં જઇને પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે.

લોકડાઉન દરમિયાન પંજાબના મનસા જિલ્લાની રહેવાસી એક યુવતી 15 એપ્રિલે પોતાના ઘરેથી ભાગી ગઇ હતી. પંજાબથી ભાગી તે હરિયાણાના ફતેહાબાદમાં પહોંચી અહીં તેના પ્રેમી સાથે એક મંદિરમાં પ્રેમલગ્ન કરી લીધા હતાં.

જ્યારે યુવતીના માતા-પિતાને આ વાતની જાણ થઈ તો તેઓ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા અને યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ઘરવાળાના ડરથી બંનેએ ફતેહાબાદના ભુના પોલીસ સ્ટેશનમાં પહોંચી સુરક્ષાની માગણી કરી છે. ત્યારબાદ અહીંની સ્થાનિક પોલીસે પ્રેમી જોડાને ભોજન કરાવ્યા બાદ તેમની વાત સાંભળી હતી.

ભુના પોલીસે સમગ્ર મામલે પંજાબ પોલીસને જાણકારી આપી. ત્યારબાદ પ્રેમી જોડાને હરિયાણાથી પંજાબ લઇ જવામાં આવ્યા. હવે પ્રેમી જોડાને કોર્ટમાં રજૂ કરી ત્યાં તેમનું નિવેદન નોંધવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page