Only Gujarat

FEATURED National

7 મહિનાની ગર્ભવતી ACP રાતે કરે છે ડ્યુટી, પોતાના જ સિપાહી પર કેમ થઈ ગુસ્સે

કોરોના સામેની લડાઇમાં પોલીસ ઓફિસરોનું યોગદાન ખુબ જ મહત્વનું છે. લોકડાઉન દરમિયાન લોકો પાસે નિયમોનું પાલન કરાવવા માટે પોલીસકર્મીઓ મહત્વની કામગીરી કરી રહ્યાં છે. તેઓ આ મહામારીને હરાવવા માટે દિવસ-રાત ડ્યુટી કરી રહ્યાં છે. આવી જ એક કહાની છત્તીસગઢમાં સામે આવી છે. અહીં 7 મહિનાની ગર્ભવતી ACP મહિલા પોલીસ અધિકારી રાત્રે રસ્તા પર ડ્યુટી કરી પોતાની ફરજ નીભાવી રહી છે.

સોશિયલ મીડિયા પર રાજધાની રાયપુરની એએસપી અમૃતા સોરી ધ્રૂવની તસવીરો વાયરલ થઇ રહી છે. તે રાત્રે પગપાળા જ રસ્તા પર માર્ચ કરતી નજર આવી રિહી છે. લોકો તેમના જુસ્સાને સલામ કરી રહ્યાં છે. જે સમયે તેઓએ ઘરે બેસી આરામ કરવો જોઇએ એ સમયે તેઓ સતત ડ્યુટી કરી રહી છે.

એએસપી અમૃતા સોરી ધ્રૂવ રાતે રસ્તાઓ પર ચેકિંગ વ્યવસ્થામાં જોવા મળે છે તો ક્યારે લોકોને મહામારી વિશે જાણકારી આપી માસ્ક અને સેનેટાઇઝર પણ વેચે છે. એટલું જ નહીં તે કામ વગર ઘરેથી બહાર નીકળેલા લોકોને ફટકાર પણ લગાવે છે.

રાત્રે ચેકિંગ દરમિયાન એએસપી અમૃતા સોરી ધ્રૂવે રાયપુર પોલીસના બે કોન્સ્ટેબલની દારૂની હેરાફેરી કરવાના કેસમાં ધરપકડ કરી હતી. એટલું જ નહીં બંનેને જેલ પણ મોકલી સસ્પેન્ડ કરવા સુધીના પગલા લીધા હતા.

અમૃતા સોરી ધ્રૂવ 2007 બેંચની રાજ્ય પોલીસ સેવાની અધિકારી છે. અમૃતાના પતિ અનિજ વિભાગમાં વર્ગ-2માં નોકરી કરે છે.

એક તરફ લોકો અમૃતાને કોરોના સામેની લડાઇના યોદ્ધા કહી રહ્યાં છે તો બીજી બાજુ અમૃતાનું કહેવું છે કે, મને નથી લાગતું કે હું કોઈ કોવિડ વોરિયર છું. સાચા વોરિયર્સ તો રસ્તા પર તહેનાત જવાન છે. મેં જોયું છે કે, કોરોના મહામારી સામે યુદ્ધ લડી રહેલા સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ ઓફિસર અને જવાન મહત્વપૂર્ણ ભુમિકા નીભાવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page