Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યા રાયના લગ્નમાં કેમ નહોતી આવી તેની જેઠાણી? વર્ષો બાદ થયો મોટો ખુલાસો

અમિતાભ બચ્ચનના દિકરા અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને આજે એટલે કે 20મી એપ્રિલે 13મી વર્ષગાંઠ છે. 20 એપ્રિલ 2007માં જ્યારે ઐશ્વર્યા-અભિષેક લગ્નના બંધમાં બંધાયા હતા અને આ દરમિયાન અમિતાભ બચ્ચને ઈલાહાબાદના અનેક પરિવારજનોને આમંત્રણ મોકલ્યું હતું જેમાં એક પરિવાર તેમના ફૂઇના ભાઇ પણ હતા. પરંતુ આ પરિવારની પુત્રવધુ અને ઐશ્વર્યાની જેઠાણી મૃદુલાને આજે પણ પોતાના દેવરના લગ્નમાં સામેલ ન થવાનો રંજ છે.

હરિવંશ રાય બચ્ચનના પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવે ઇલાહાબાદના કટઘર વિસ્તારમાં મકાન બનાવ્યું હતું. આ મકાનમાં ક્યારેક અમિતાભની ફૂઇ ભગવાન દેવીના દિકરા રામચંદર અને તેમની પત્ની કુસુમલતા રહેતા હતા. તેમના મૃત્યુ બાદ તેમના ત્રીજા નંબરના દિકરા અનુપ પોતાની પત્ની મૃદુલા તથા બાળકો સાથે અહીં રહેતા હતા.

થોડા વર્ષો પહેલા અનુપ અને મૃદુલાએ એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓને ચાચા-ચાચીજી (અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન) તરફથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નનું કાર્ડ મળ્યું હતું પરંતુ ગરીબી અને એવો ડર હતો કે હવે બચ્ચન પરિવાર તેઓને ઓળખશે કે નહીં તેથી તેઓ લગ્નમાં સામેલ થયા ન હતા.

અનુપ અને મૃદુલાના જણાવ્યા પ્રાણે તેમની ખુબ જ ઈચ્છા હતી કે તેઓ અભિષેક-ઐશ્વર્યાના લગ્નમાં સામેલ થાય પરંતુ તેમની મજબૂરી તેઓને આવું કરતાં રોકી રહી હતી. આ વાતનું તેઓને જીવનભર દુઃખ રહેશે.

મૃદુલાના જણાવ્યા પ્રમાણે, તેમના સાસુ-સસરા એટલે કે રામચંદર અને કુસુમલતાના નિધન બાદ બચ્ચન પરિવાર સાથેના તેમના સંબંધ લગભગ પૂર્ણ થઇ ગયા હતા. જ્યાં સુધી તેમના સસરા જીવતા હતા ત્યાર સુધી હરિવંશરાય બચ્ચનના પત્ર આવતા રહેતા હતા.

ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમ કેમાં એશ્વર્યા અને અભિષેકે પ્રથમ વખત સાથે કામ કર્યું. ત્યારબાદ 2004માં ધૂમના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને ફિલ્મ ગુરુ દરમિયાન અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું.

એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે જણાવ્યું કે ટોરંટોમાં જાન્યુઆરી 2007માં થયેલા ફિલ્મ ગુરુના પ્રિમિયર બાદ હોટલની બાલકનીમાં તેઓએ ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.

અભિષેકના જણાવ્યા પ્રમાણે હું એશે પ્રપોઝ કરતી વખતે ખુબ જ નર્વસ હતો, પરંતુ હિમ્મત કરી મેં દિલની વાત કરી અને એશે હા કરવામાં એક સેકન્ડનો સમય પણ લીધો નહીં.

એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે લગ્ન પહેલા ઐશ્વર્યાને લઇને બચ્ચન પરિવાર અમિર સિંહની સાથે વારાણસીના સંકટમોચન અને વિશ્વનાથ મંદિરમાં ખાસ પુજા કરવા માટે ગયા હતા. ઐશ્વર્યાની કુંડલમાં મંગળ દોષ હતો જેના નિવારણ માટે બચ્ચન પરિવારે પુજા કરાવી હતી. જો કે આ માત્ર એક અફવા જ હતી. લગ્ના 4 વર્ષ બાદ એશ્વર્યાએ 16 નવેમ્બર 2011ના રોજ દિકરી આરાધ્યાને જન્મ આપ્યો. આરાધ્યા હવે 9 વર્ષની થઇ ગઇ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page