Only Gujarat

FEATURED National

લોકડાઉનમાં સબ ઈન્સ્પેક્ટર અને લેડી સબ ઈન્સ્પેક્ટરની પ્રેમ કહાની વાંચીને તમારી આંખમાં આવી જશે આંસુ

કોરોનાને હરાવવા માટે ડોક્ટરોની સાથે સાથે પોલીસકર્મીઓ પણ એક યોદ્ધાની જેમ મેદાનમાં દિવાલ બનીને ઉભા છે. તેઓ આ મહામારીને પહોંચી વળવા દિવસ-રાત મહેનતથી ડ્યુટી કરી રહ્યાં છે. આ લડાઇને કારણે અનેક ઓફિસરોએ પોતાના લગ્ન કર્યા તો કોઇએ બાળકોના જન્મદિવસે ઘરે જઇ શક્યા નથી. આવી જ એક કહાની રાજસ્થાન પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને તેની પત્ની લેડી સબ ઈન્સ્પેક્ટરની સામે આવી છે.

જયપુરના પ્રતાપ નગર ક્વારેન્ટાઇન સેન્ટરમાં ડ્યુટી કરી રહેલા સબ ઈન્સ્પેક્ટર સુંદરલાલ તંવરના શનિવાર એટલે કે 18 એપ્રિલે લગ્નની વર્ષગાંઠ હતી. પોતાની ફરજ આગળ મજબૂર જવાન પત્ની પાસે એનિવર્સરી પર નહીં જઈ શકવા અને અન્ય શહેરમાં ડ્યુટી પર તહેનાત મહિલા સબ ઈન્સ્પેક્ટર મળવા આવી શકી. પરંતુ આ બધાંની વચ્ચે પોલીસકર્મીએ પત્ની માટે જે ગિફ્ટ મોકલી તેને જોઇ તે ભાવુક થઇ ગઇ.

સબ ઈન્સ્પેક્ટર સુંદરલાલે પોતાના એક ઓળખીતાની મદદથી પત્ની મંજુ તવંર માટે ગિફટ મોકલી. આ પેકેટમાં પત્નીને કોરોનાથી બચવા માટે A-95ના ચાર માસ્ક, એક સેનેટાઇઝરની બોટલ, એલોવિરા જ્યુસની બોટલ અને તુલસી-ગિલોય મોકલી. આ ગિફ્ટ જોઇને સબ ઈન્સ્પેક્ટર મંજુ તવંરની આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા.

ગિફ્ટ મોકલ્યા બાદ ઈન્સ્પેક્ટર સુંદરલાલે પત્ની મંજુને ફોન કરી વર્ષગાંઠની શુભકામના અને વિશ કર્યું. ત્યારબાદ પુછ્યું કે કેવું લાગી મારી મોકલેલી ગિફ્ટ તો પત્નીએ કહ્યું કે મેં જે વિચાર્યું નહીં હતું એનાથી પણ સારું ગિફ્ટ આપ્યું છે.

કોરોના મહામારીના સમયમાં એસઆઇ સુંદરલાલે પત્ની મંજુને લગ્નની એનિવર્સરી પર ગિફ્ટમાં માસ્ક, સેનેટાઇઝર, એલોવેરા અને તુલસીનું જ્યુસ મોકલ્યું.

ઈન્સ્પેક્ટર સુંદરલાલે ગિફ્ટની સાથે બે ગુલાબના ફૂલ અને પોતે લખેલી કવિતા પણ મોકલી હતી. જેને જોઇને પત્ની આંખમાં આંસુ આવી ગયા હતા.

લોકડાઉનમાં આ કપલે અનોખી રીતે ઉજવી એનિવર્સરી, સબ ઈન્સ્પેક્ટરે પત્ની લેડી સબ ઈન્સ્પેક્ટર જે ગિફ્ટ મોકલી તે જોઈને તમને નવાઈ લાગશે

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page