Only Gujarat

Bollywood FEATURED

84 વર્ષની ઉંમરમાં પણ ધરમપાજી કરી રહ્યાં છે એવું કામ કે જાણીને ચોક્કસથી રહી જશો દંગ

મુંબઈઃ 84 વર્ષની ઉંમરમાં પણ ધર્મેન્દ્ર ખૂબ એક્ટિવ રહે છે. પોતાનો મોટાભાગનો સમય ફાર્મહાઉસમાં વીતાવનારા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તેઓ પોતાના ફેન્સની સાથે પર્સનલ અને પ્રોફેશનલ વાતો શેર કરતા રહે છે. હવે ધર્મેન્દ્રએ પોતાના ફેન્સ સાથે એક જબરજસ્ત સમાચાર શેર કર્યા છે. ધર્મેન્દ્રએ પોતાના ગરમ ધરમ ઢાબાની સફળતાની જાણકારી તો આપી અને સાથે તેમણે એક નવી રેસ્ટોરન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે.

ધર્મેન્દ્રએ જણાવ્યું કે ઢાબાની સફળતા બાદ હવે તેઓ એક રેસ્ટોરન્ટ ખોલવા જઇ રહ્યાં છે. આ રેસ્ટોરન્ટનું નામ જ હી મેન રેસ્ટોરન્ટ હશે, જે હરિયાણાના કરનાર હાઇ-વે પર શરૂ કરવામાં આવશે.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં કહ્યું છે, ‘પ્રિય દોસ્તો, મારી રેસ્ટોરન્ટ ગરમ ધરમ ઢાબાની સફળતા બાદ હવે હું જાહેરાત કરવા જઇ રહ્યો છું કે અમે ખેતરથી સીધા ખાવાના ટેબલના કોન્સેપ્ટવાળી રેસ્ટોરન્ટ ‘હી મેન’ની શરૂઆત કરવા જઇ રહ્યાં છીએ. હું તમારા પ્રેમ અને સન્માનનો આભારી છું. તમને બધાયને ઘણો બધો પ્રેમ, તમારો ધરમ’

ધર્મેન્દ્રનું કહેવું છે કે આ રેસ્ટોરન્ટને 14 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે, ધર્મેન્દ્રની આ જાહેરાત બાદ તેમના ફેન્સ ખુબ ખુશ છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. કેટલાક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે તેઓ રેસ્ટોરન્ટમાં જમવાની રાહ જોઈ રહ્યાં છે.

ધર્મેન્દ્રનું ફાર્મહાઉસ મુંબઇ નજીક લોનાવાલામાં આવેલું છે. ફાર્મહાઉસમાં તેમણે અનેક ગાય-ભેંસ રાખી છે. તેઓ ત્યાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમના ફાર્મહાઉસની આસપાસ પર્વત અને ઝરણા છે. સાથે જ તેમનું પોતાનું 1000 ફૂટ ઉંડું તળાવ પણ છે.

ધર્મેન્દ્ર મુંબઇ નજીક લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસમાં નવરાશની પળો વીતાવે છે. તેઓ પોતાના ફાર્મહાઉસની અનેક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહેતા હોય છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ધર્મેન્દ્રે કહ્યું હતું, હું જાટ છું અને જાટ જમીન અને પોતાના ખેતરને પ્રેમ કરે છે. મારો મોટાભાગનો સમય લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ પર જ વીતે છે. અમારું ફોકસ ઓર્ગેનિક ખેતી પર છે. અમે ચોખાની ખેતી કરીએ છીએ. ફાર્મ હાઉસમાં મારી કેટલીક ભેંસ પણ છે.

ધર્મેન્દ્રના ફાર્મહાઉસની આસપાસ પર્વત અને ઝરણા છે. સાથે જ તેમની 1000 ફૂટ ઉંડું તળાવ પણ છે.

ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીની સાથેના અનેક ફોટો આ ફાર્મહાઉસના છે. બંને અનેક વખત અહીં ટાઇમ સ્પેન્ડ કરે છે.

ધર્મેન્દ્રના ફાર્મહાઉસ પર અનેક ભેંસ છે. અનેક વખત તેમણે આ ફોટો પણ શેર કરી છે, જેમાં તેઓ ગાયનું દૂધ કાઢી રહ્યાં હોય છે. તો ઘણીવાર તેઓ પોતાના પાળતું ડોગ સાથે ખેતરમાં નજર આવી રહ્યાં છે. ઘણીવાર ધર્મેન્દ્ર તગારા પણ ઊંચકતા જોવા મળે છે.

પોતાના ફાર્મહાઉસમાં આરામ કરતાં ધર્મેન્દ્ર.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page