Only Gujarat

Bollywood FEATURED

65 દિવસમાં ભાઈજાન સલમાનની થઈ આવી હાલત, વધેલી દાઢી સાથે આ રીતે મળ્યો જોવા

મુંબઈઃ કોરોના લૉકડાઉનને લીધે બોલિવૂડમાં અત્યારે કામ બંધ છે. મોટાં મોટાં સ્ટાર્સ પણ તેમના ઘરની બહાર નીકળતા નથી. સલમાન ખાન ખુદ છેલ્લાં 2 મહિનાથી તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં જિંદગી પસાર કરી રહ્યા છે. ઇદના દિવસે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ તેમને શુભેચ્છા આપતો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં સલમાન ખાનની વધેલી દાઢી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સાથે જ તેમનો લૂક પણ સામાન્ય વ્યક્તિ જેવો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન શરૂ થયું ત્યારથી જ સલમાન ખાન તેના ફાર્મહાઉસમાં છે.


ફોટો શેર કરતાં સલમાન ખાનના બોડિગાર્ડ શેરાએ લખ્યું કે, ‘મારા માલિક સલમાન ખાન વગર મારી ઈદ ક્યારેય પૂરી થઈ શકે નહીં. તમને દરેકને ઈદ મુબારક, પોતાના ઘરમાં પરિવાર સાથે એન્જોય કરો.’

સલમાન ખાન 20 મેએ માતા-પિતાને મળવા ગેલેક્સી એપાર્ટમેન્ટ ગયો હતો. આ દરમિયાન સલમાન ખાને દરેક જરૂરી સાવધાની રાખી તેમના પેરેન્ટ્સ સાથે મુલાકાત કરી અને પનવેલ પાછો આવી ગયો.

રિપોર્ટ મુજબ, સલમાન ખાન તેમના માતા-પિતાને મળ્યા ઉપરાંત એ પણ જોવા આવ્યા હતા કે મુંબઈમાં તેમના માતા-પિતાને કોઈ મુશ્કેલી તો આવી રહી નથી. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને ઘરવાળાને મળવા માટે પોલીસની પરમિશન લીધી હતી.

આ દરમિયાન સલમાન ખાને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી થોડાંક કલાક ઘરવાળા સાથે પસાર કર્યા અને રાત થયાં પહેલાં જ પોતાના ફાર્મહાઉસ જતાં રહ્યા. સલમાન ખાન માર્ચના અંતમાં તેના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં માત્ર બે દિવસ માટે આવ્યો હતો, પણ આ દરમિયાન લૉકડાઉન થયું અને તે ત્યાં જ ફસાઇ ગયો.

પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં સલમાન સાથે તેની બહેન અર્પિતા, બનેવી આયુષ શર્મા, ભાણીયો આહિલ, ભત્રીજો નિર્વાણ પણ છે. આ ઉપરાંત જેકલીન ફર્નાંડિઝ, વલુશ્ચા ડિસોઝા અને યૂલિયા વંતૂર પણ ત્યાં ફાર્મહાઉસમાં છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન કોરોના વાઇરસને લીધે બેરોજગાર થયેલાં દૈનિક મજૂરોને રોજ જમાડી રહ્યા છે. આ ઉપરાંત 25 હજાર મજૂરોના બેન્ક ખાતામાં પણ રૂપિયા જમા કર્યા છે.

આ લૉકડાઉનમાં સલમાન ખાને ‘બિઈંગ સલમાન ખાન’ નામની યૂટ્યુબ ચૅનલ શરૂ કરી છે, જેમાં તેને ‘પ્યાર કરોના’ અને ‘તેરે બિના’ તથા ‘ભાઈ ભાઈ’ ગીત રિલીઝ કર્યાં છે. સલમાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ‘રાધેઃ ધી મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા પણ છે.

You cannot copy content of this page