Only Gujarat

Bollywood

અભિનેત્રી મુનમુન દત્તાએ શેર કર્યા શોકિંગ ન્યૂઝ, ફેન્સને કરી એક ખાસ અપીલ

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ઉર્ફ મુમમુન દત્તાએ ફેન્સ વચ્ચે એક શોકિંગ ખબર શેર કરી છે. મુનમુને જણાવ્યું કે ટિકટોક પર તેના નામથી અનેક ફેક એકાઉન્ટ્સ ચાલી રહ્યાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે એક નહીં પરંતુ અનેક એવા એકાઉન્ટ્સ ચાલી રહ્યાં છે જે ફેક છે. એવામાં મુનમુન દત્તાએ જાતે જ આ મામલે જાણકારી આપી છે.

મુનમુને ઇંસ્ટા સ્ટોરીની મદદથી ફેન્સને જણાવ્યું કે ટિકટોક પર તેના નામથી અનેક ફેક એકાઉન્ટ્સ ચાલી રહ્યાં છે. મુનમુને નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે નેના નામથી અનેક પ્રકારની ચીજ આ ફેક એકાઉન્ટ્સ પર શેર કરવામાં આવી રહી છે. મુનમુને ફેન્સને અપીલ કરી કે તે આ ફેક એકાઉન્ટ્સ પર વિશ્વાસ ન કરે અને તેને સપોર્ટ કરે.

ઉલ્લેખનીય છે કે હકિકતમાં મુનમુન દત્તા હજુ સુધી ટિકટોક પર આવી જ નથી, તેઓએ આ પ્લેટફોર્મ પર પોતાનું કોઇ એકાઉન્ટ્સ બનાવ્યું જ નથી. ખુદ મુનમુને કહ્યું કે જ્યારે પણ તે ટિકટોક પર આવશે ત્યારે તેની જાણકારી ફેન્સને જરૂર આપશે.

હાલના આ સમયમાં મુનમુન સોશિયલ મીડિયા પર પોતાની થ્રોબેક ફોટોઝ શેર કરી ફેન્સને એન્ટરટેન કરી રહી છે. તેની દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

હાલ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે ત્યારે ફિલ્મ અને સીરિયલ્સનું શૂટિંગ પણ બંધ છે. એવામાં તારક મહેતાના નવા એપિસોડ પણ લાંબા સમયથી જોવા મળ્યા નથી. ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કે તે ક્યારે પોતાનો ફેવરિટ કોમેડી શો ફરી એન્જોય કરી શકે.

You cannot copy content of this page