Only Gujarat

FEATURED Health

કોરોના વાઈરસનો ભોગ બનીએ તો શરીર પર થવા લાગે છે આવી-આવી અસરો

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે ચીનમાં 1200થી વધુના મોત થયા છે. આખી દુનિયામાં અત્યાર સુધી 45 હજાર લોકો આ વાઈરસની ચપેટમાં આવી ગયા છે. આજે આપણે એ વાત જાણીશું કે વાઈરસની જો થોડી પણ અસર દેખાય તો શું કરવું જોઈએ? એક રિપોર્ટ પ્રમાણે, વુહાનની એક હોસ્પિટલમાં કોરોના વાઈરસથી પીડિત 138 લોકોની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાત કરીને આ વાઈરસ સાથે સંકળાયેલી કેટલીક રહસ્યમય વાતો જાણવા મળી. આ ઉપરાંત એ પણ ખ્યાલ આવ્યો કે આખી હોસ્પિટલમાં વાઈરસ કેવી રીતે ફેલાઈ ગયો? વુહાન યુનિવર્સિટીના ઝોગનાન હોસ્પિટલના ડોક્ટર ઝિયોંગ પેંગે કહ્યું હતું કે તેમની ટીમે અત્યાર સુધી 40 ટકા ચેપી લોકોની સારવાર તેમની હોસ્પિટલમાં કરી હતી. અહીંયા 40 હેલ્થ કેર પ્રોફેશનલ્સની મદદ લેવામાં આવી હતી.

શું હોય છે શરૂઆતના લક્ષણ? કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોય તે વ્યક્તિમાં શરૂઆતના લક્ષણો ઘણાં જ સામાન્ય હોય છે. આ સમય દરમિયાન વ્યક્તિને તાવ આવે છે અને બહુ જ થાક લાગે છે. આ સાથે જ સૂકી ખાંસી આવે છે. આ ઉપરાંત અનેક લોકોને ડાયરિયાની પણ ફરિયાદ જોવા મળી હતી.

કેવી રીતે વાઈરસને ઓળખવો? કોરોના વાઈરસ દરમિયાન વ્યક્તિને ગળાની તકલીફ થાય છે. આ વાઈરસ જેનેટિક મટીરિયલના પોલીમ ચેન રિએક્શન (PCR) દ્વારા ઓળખી શકાય છે.

ચેસ્ટ સ્કેનરઃ કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત દર્દીઓના જ્યારે સીએટી સ્કેનરમાં તપાસ કરવામાં આવી તો તેમના ફેફસામાં કેટલાંક સ્પોટ જોવા મળ્યા હતાં. મેડિકલની ભાષામાં આને ગ્રાઉન્ડ ગ્લાસ કહેવામાં આવે છે.

કોને જોખમ વધારે? કોરોના વાઈરસનો ચેપ માત્ર 25 ટકા લોકોને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. આ લોકો એક્યૂટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો શિકાર થયા હતાં. આ સ્થિતિમાં ફેફસામાં એક બાજુ ફ્લૂડ ભરી જાય છે અને ત્યાં ઓક્સિજન પહોંચી શકતો નથી. ઘણીવાર કોરોના વાઈરસથી કિડની ખરાબ થઈ જાય છે અને તેનાથી દર્દીનું નિધન પણ થઈ શકે છે. જે લોકો પહેલેથી જ નબળા, અશક્ત હોય તેમને કોરોના વાઈસનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

વૃદ્ધોને વધુ જોખમ રહેલું છે? ડોક્ટર્સના મતે, ઉંમરલાયક લોકો માટે આ વાઈરસ ઘણો જ જોખમી છે. તેમની હોસ્પિટલમાં 22થી લઈ 92 વર્ષ સુધીની ઉંમરના દર્દીઓ આવ્યા હતાં પરંતુ 56 વર્ષીય રોગીઓની સંખ્યા સૌથી વધુ હતી.

શરદી-ખાંસી કરતાં અલગ કેવી રીતે? શરૂઆતમાં સામાન્ય શરદી તથા ખાંસી થાય છે. ગળામાં ખારાશ લાગે છે. પછી ધીમે ધીમે નાકમાંથી સતત પાણી પડે છે. આ ઉપરાંત માથામાં દુખાવો તથા તવા આવે છે. શરીરમાં થાક હોય તેમ સતત લાગે છે. કોરોના વાઈરસમના ફ્લૂમાં કફ થતાં જ માથું તથા આખું શરીર દુખવા લાગે છે. આ તમામ લક્ષણો એક સાથે જોવા મળે છે. ગળામાં દુખાવાને કારણે અવાજ બેસી જાય છે. બહુ જ તાવ આવે છે. સામાન્ય રીતે શરીદ સાત દિવસમાં ઠીક થઈ જાય છે. કોરોના વાઈરસને કારણે શરીર આખુ ભાંગી ગયું હોય તેમ લાગે છે.

કેવા લોકોને આ વાઈરસ જલ્દી ચેપ લગાડે? કોરોના વાઈરસ અંગે વધુ માહિતી વૈજ્ઞાનિકોને મળી શકી નથી. વૃદ્ધ તથા ડાયાબિટીઝ, હૃદયરોગના સંબંધીઓને આ બીમારી જલ્દી થઈ શકે છે.

કેવી રીતે આ વાઈરસ ફેલાય છે? કોરોના વાઈરસનો ભોગ બનેલી વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં આવે એટલે આ વાઈરસ ફેલાય છે. જેમ કે, કોરોના વાઈરસ ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી ખાય, તેના નાકમાંથી પાણી પડે અને તે દરમિયાન આસપાસ લોકો હોય તો તે પણ કોરોના વાઈરસનો ભોગ બને છે. WHO પહેલાં લાન્સેટ મેડિકલ જર્નલમાં પણ કોરોના વાઈરસની માહિતી પ્રગટ કરવામાં આવી હતી. કોરોના વાઈરસનો ભોગ બનેલા ચીનના 99 દર્દીઓ અંગે લાન્સેટમાં કહેવામાં આવ્યું હતું કે આ તમામ દર્દીઓને શરદી, ખાંસીની ફરિયાદ તથા ન્યૂમોનિયા થયો હતો. આ દર્દીઓના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. આ દર્દીઓ પહેલેથી જ બીમાર હતાં અને તેથી જ તેઓ સરળતાથી કોરોના વાઈરસનો ભોગ બન્યાં હતાં.

બચવા માટે શું કરવું? કોરોના વાઈરસથી બચવા માટે હાઈજીન જરૂરી છે. આસપાસ સફાઈ રાખવી આવશ્યક છે. ઉધરસ ખાતી વખતે મોં પર હાથ રાખો, રૂમાલ કે ટિશ્યૂનો ઉપયોગ કરો. ત્યારબાદ તેને ઢંકાયેલી કચરાપેટીમાં નાખો. સમય-સમય પર સાબુથી હાથ ધોતા રહો. કોરોના વાઈરસનો ચેપ લાગેલો હોય તે વ્યક્તિના સંપર્કમાં આવવાથી તરત જ વાઈરસ ફેલાય છે. માસ્કનો ઉપયોગ કરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page