Only Gujarat

Bollywood FEATURED

ટીવીના આ જાણીતા મુસ્લિમ એક્ટરે હિંદુ યુવતી સાથે કર્યાં સિક્રેટ વેડિંગ

મુંબઈઃ ટીવી એક્ટર શાહીર શેખે લાંબા રિલેશનશિપ પછી પોતાની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે સીક્રેટ લગ્ન કરી લીધા છે. કોરોના સંકટને લીધે અત્યારે બંનેએ કોર્ટ મેરેજ કર્યાં છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે એટલે કે, વર્ષ 2021માં જૂન મહિનામાં પારંપરિક અંદાજમાં બંને ફરી લગ્ન કરશે. હાલમાં જ બંનેએ સગાઈ કરી લીધી હતી. શાહીર શેખના ફેન પેજ પર ત્મના લગ્નના ફોટો વાઇરલ થઈ રહ્યાં છે.

શાહીર શેખે તેમની ગર્લફ્રેન્ડ સાથે કેટલાક ફોટો તેમના ફેન પેજ પર વાઇરલ થઈ રહી છે. ફોટોમાં વાઇફ રુચિકા સાથે જોવા મળી રહ્યો છે. શાહીર સફેદ કલરના કુરતામાં જોવા મળી રહ્યો છે તો રુચિકા આસમાની રંગના સલવાર-સૂટમાં છે.

શાહીર શેખે પોતાના લગ્ન વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે ફિલિંગ્સની વાત આવે તો તે મુજબ રુચિકા ખૂબ જ પ્રામાણિક છે. બંનેના રિલેશનશિપની વાત કરીએ તો તે સૌથી મોટી વાત છે કે, સૌથી પહેલાં સારી ફ્રેન્ડ છે.’

શાહીર શેખના લગ્નમાં તેમના શૉ ‘કુછ રંગ પ્યાર કે એવું પણ’માં માનો રોલ પ્લે કરનારી સુપ્રિયા પણ સામેલ થઈ હતી. સુપ્રિયાએ શૉમાં શાહીરની માનો રોલ પ્લે કર્યો હતો. શાહીરને ખાસ અવસરે તેમની માના આશીર્વાદ મળ્યાં.

શાહીરે કહ્યું કે, ‘એક એક્ટર હોવાને લીધે ઘણીવાર તેમણે કેમેરા સામે પોતાની ઓળખ છુપાવવી પડે છે. જો રુચિકા સાથે તે હંમેશા અસલી રૂપમાં રહી શકે છે. તેમણે હંમેશા એવું કહ્યું છે કે, તે એક રમતો જોગી છે અને તેમને સાથી મળી ગયો છે. જેની સાથે તે ક્યારેય પુરા ન થનારા સફર પર નીકળી ગયો છે.’

તો રુચિકાએ શાહીર વિશે વાત કરતાં કહ્યું કે, ‘શાહીરની સાદગી અને તેમના વ્યવહારને લીધે તેમની નજીક આવી. ઘણાં ઓછા લોકો જોવા મળે છે, જે વાસ્તિવક હોય છે અને લોકોની સારી વાત સાથો જોડાવાનું પસંદ કરે છે.’

રુચિકાએ વધુમાં કહ્યું કે, ‘ભલે તે બંને અલગ-અલગ બેકગ્રાઉન્ડથી આવે છે પમ તે ક્યારેય પણ આ ભિન્નતા પર ધ્યાન આપતાં નથી પમ આ સુંદર સંબંધને સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે.’

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ ફૅમ એક્ટર શાહીર શેખે ઇન્સ્ટાગ્રામ પર રુચિકા સાથે સગાઈની જાહેરાત કરી એક ફોટો શેર કર્યો હતો. તેમણે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તું આવી રીતે જ હસતી રહે, આપણાં આગળના જીવન માટે ઉત્સાહિત થઈ રહી છું.’

હવે જૂન, 2021માં શાહીર શેખ અને રુચિકા કપૂર પારંપારિક રીતિ-રિવાઝથી લગ્ન કરશે. કપલ આ દરમિયાન જમ્મુ કશ્મીર સ્થિત ઘરે પણ એક નાનું આયોજન કરશે. એક નાનું આયોજન મુંબઈ સ્થિત રુચિકાના ઘરે પણ રાખવામાં આવ્યું હતું.

You cannot copy content of this page