Only Gujarat

Bollywood

રણબીર-દીપિકાની જેમ આ સ્ટાર્સ પણ થઈ ગયા અલગ પણ એકદમ પાક્કા મિત્રો

મુંબઈઃ પહેલાં લોકો બ્રેકઅપ પછી એકબીજાને જોવાનું પણ કરતાં નહોતા પણ, હવે એવું નથી. બોલિવૂડ સ્ટાર્સ આમાં વિશ્વાસ કરતાં નથી એટલે બ્રેકઅપ થયા પછી કે લગ્ન તૂટી ગયાં પછી પણ સેલેબ્સ પોતાના એક્સ પાર્ટનર સાથે ટચમાં રહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી.

સલમાન ખાન- કેટરીના કૈફ
પાંચ વર્ષ સુધી સીક્રેટ રિલેશનમાં રહ્યા છતાં સલમાન અને કેટરિના ક્યારેય પોતાના રિલેશનનો સાર્વજનિક રીતે સ્વીકાર કર્યો નથી. આજે ભલે સલમાન અને કેટરીનાના રસ્તા અલગ થઈ ગયાં હોય પણ તે સારા ફ્રેન્ડ્સ છે. ઉલ્લેખનીય છે કે, કેટરીના આજે પમ પોતાના કરિયર અંગે સલમાન ખાનની એડવાઈઝ લે છે.

રણબીર કપૂર-દીપિકા પાદુકોણ
રણબીર અને દીપિકાનું બ્રેકઅપ બોલિવૂડના સૌથી ચર્ચિત બ્રેકઅપમાંથી એક છે. જોકે, અલગ થવા છતાં બંને સાથે સમજદારી સાથે ઘણાં પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યાં. એટલું જ નહીં દીપિકાએ પોતાના લગ્નમાં રણબીરને પણ આમંત્રણ આપી સાબિત કર્યું હતું કે, બંને સારા ફ્રેન્ડ છે અને મજબૂત રિલેશન મેન્ટેન કરે છે.

અરબાઝ ખાન-મલાઇકા અરોરા
એક્ટ્રસ મલાઇકા અને સલમાનના ભાઈ અરબાઝ અલગ થવું ફેન્સ માટે ખૂબ જ શોક્ડ હતું. જોકે, બંનેએ આ નિર્ણય પોતાની સહમતિથી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આજે પણ બંનેની લાઇફમાં પાર્ટનર છે. જ્યાં મલાઇકા, એક્ટર અર્જુન કપૂર સાથે અને અરબાઝ મૉડેલ જૉર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

આદિત્ય રૉય કપૂર- શ્રદ્ધા કપૂર
ફિલ્મ ‘આશિકી 2’ દરમિયાન આદિત્ય અને શ્રદ્ધા એક બીજાની ખૂબ જ નજીક આવી ગયાં હતાં. જોકે, થોડાં દિવસો પછી બંને અલગ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, એક સમયે સિરિયસ રિલેશનમાં રહી ચૂકેલા બંને આજે સારા ફ્રેન્ડ છે. બ્રેકઅપ પછી પણ બંને ફિલ્મ ‘ઓકે જાનૂ’માં સાથે હતાં.

ફરહાન અખ્તર- અધુના ભમ્બાની
16 વર્ષના લગ્ન પછી ફરાહન અને અધુનાએ છૂટાછેડા લીધા હતાં. આજે બંને સારા ફ્રેન્ડ્સ છે. જોકે, એટલું થવા થતાં બંને એકબીજાના સંપર્કમાં છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા- આલિયા ભટ્ટ
કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધી યર’થી આલિયા સિદ્ધાર્થના રિલેશન શરૂ થયાં હતાં. કહેવામાં આવે છે કે, બંને થોડા સમય પછી અલગ થઈ ગયાં હતાં. જોકે, બંને સારા ફ્રેન્ડ છે.

You cannot copy content of this page