Only Gujarat

Business

નીતા અંબાણી વાપરે છે કરોડોના પર્સ પણ આ પર્સ આગળ તે લાગે સાવ વામણા

ભારતની સૌથી પૈસાદાર પરિવારોમાંથી અંબાણી ફેમિલીનું નામ આવે છે. આ પરિવારની પાસે બેહિસાબ વસ્તુઓનો ખજાનો છે. મીડિયા રિપોર્ટમાં નીતા અંબાણીની પાસે સૌથી મોંઘુ પર્સ 2 કરોડ 60 લાખ રૂપિયાનું હોવાનું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર દુનિયાનાં સૌથી કિંમતી પર્સના ફોટા સામે આવ્યા છે. આ પર્સની કિંમત એટલી વધારે છેકે, એકવાર તો મુકેશ અંબાણીનાં હોંશ પણ ઉડી ગયા હતા. જોકે, પત્નીનાં પ્રેમ માટે બની શકે કે, તેઓ તેને ખરીદી પણલે, પરંતુ સામાન્ય વ્યક્તિ માટે તેને ખરીદવું શક્ય જ નથી. ઈટાલિયન બ્રાન્ડે આ હેન્ડબેગને લોન્ચ કરી છે. સૌથી ખાસ વાત એ છેકે, કંપનીએ આ બેગનાં ફક્ત 3 જ પીસ માર્કેટમાં ઉતારશે. હવે અમે તમને આ પર્સની કિંમત વિશે જણાવીશું. આ પર્સનાં એક પીસની કિંમત રાખવામાં આવી છે 52 કરોડ 31 લાખ 67 રૂપિયા. જી હા આ કિંમતી પર્સની કિંમત સાંભળીને લોકો ચોંકી જાય છે.તો ચાલો જાણીએ કંઈ વસ્તુથી તૈયાર કરાઈ છે આ બેગ જેની કિંમત આટલી બધી વધારે છે.

ઈટલીનાં બોઆરિની મિલનેસિ આ હેન્ડબેગનાં માત્ર ત્રણ પીસ બનાવશે. તેની કિંમત સાંભળીને બધા ચોંકી ગયા છે. આ દુનિયાની સૌથી મોંઘી હેન્ડબેગ છે. તેના એક પીસને બનાવવા માટે 1 હજાર કલાકનો સમય લાગશે.

હવે તમે વિચારી રહ્યા હશોકે, આખરે આ બેગ આટલી કિંમતી કેમ છે? વાસ્તવમાં આ બેગને મગરમચ્છની ચામડીમાંથી બનાવવામાં આવશે. સાથે જ તેમાં 10 પ્લેટિનમનાં પતંગિયા પણ જડેલાં છે. જેમાંથી ચારને હીરાથી અને 3ને પન્નાથી સજાવવામાં આવશે.

તેનું લોક પણ હીરાથી બનાવવામાં આવશે. આ બેગનો બ્લૂ રંગ મહાસાગરને દર્શાવે છે. સાથે જ આ બેગના વેચાણ પર કંપની દરેક બેગ પર 7 કરોડ 2 લાખ રૂપિયા ડોનેટ કરશે. આ પૈસાનો મહાસાગરમાંથી પ્લાસ્ટિકનાં કચરાની સફાઈ કરવાનાં કાર્યક્રમમાં ઉપયોગ કરાશે.

કંપનીનાં કો-ફાઉન્ડર મટિયો રોડોલ્ફો મિલનેસિએ જણાવ્યુકે, આ બેગ તેના પિતા માટે શ્રદ્ધાંજલિ છે. તે બાળપણમાં તેના પિતાની સાથે સમુદ્રમાં રમતા હતા. પરંતુ જવાનીમાં તેણે તેના પિતાને ગુમાવ્યા હતા.

તેઓએ ગળ કહ્યુકે, હવે તેમને સમુદ્રમાં ફક્ત પ્લાસ્ટિક જ દેખાય છે. ખાસકરીને કોરોના મહામારીમાં તેમને સમુદ્રમાં માસ્ક અને ગ્લવ્ઝનાં ઢગલા જોયા છે. એવામાં તેઓ આ પૈસાને ડોનેટ કરીને તેની સફાઈમાં કોન્ટ્રીબ્યુટ કરવા માંગે છે.

તેમણે આગળ જણાવ્યુ કે, પર્સમાં લાગેલાં દરેક પથ્થર સમુદ્ર અને મહાસાગરને દર્શાવે છે. જેમકે, બ્લૂ સફાયર સમુદ્રની ઉંડાઈને દર્શાવે છે. જ્યારે હીરો પારદર્શી પાણીનાં ટીપાંને.

Boarini Milanesi કંપનીની સ્થાપના 2016માં થઈ હતી. તે પોતાની દરેક પ્રોડક્ટને લિમિટેડ માત્રામાં બનાવે છે. સાથે જ ફક્ત ક્વોલિટી પર ફોક્સ કરે છે. તેમણે જણાવ્યુકે, આ બેગને તેમના ગ્રાહકોનાં ઓર્ડર પર બનાવવામાં આવશે અને તેની ઉપર તેનું નામ લખાવવામાં આવશે.

આ પર્સની અંદરનો હિસ્સો શાકભાજી જેવા દેખાતા ચામડામાંથી બનાવાશે. સાથે જ તેમાં ઉનનો પ્રયોગ કરવામાં આવશે.સાથે જ જ્યારે આ પર્સને બનાવવામાં આવશે ત્યારે ક્લાયન્ટ વીડિયો કોલ પર તેને જોઈ પણ શકશે. સાથે જ તેને તેમાં કોઈ બદલાવ જોઈએ તો તેપણ જણાવી શકશે.

જણાવી દઈએકે, હાલમાં દુનિયાની સૌથી કિંમતી હેન્ડબેગ Mouawad 1001 Nights Diamond Purse છે, જે હાર્ટ શેપનું છે. તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેમાં 4 હજાર 5સો 17 હીરા લાગેલાં છે. સાથે જ તેને બનાવવામાં 10 લોકોને 8 હજાર 800 કલાક લાગ્યા હતા. આ પર્સની કિંમત 23 કરોડ 44 લાખ છે.

You cannot copy content of this page