Only Gujarat

Business FEATURED

મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ નીતા અંબાણીએ ચાલુ રાખ્યો હતો અભ્યાસ ને બન્યાં હતાં ટીચર

કોરોના વાયરસને કારણે આજે આખી દુનિયા પર મહામંદીનો ખતરો તોળાઇ રહ્યો છે. તો બીજી તરફ વિશ્વની કેટલીક ધનાઢ્ય વ્યક્તિની સંપત્તિમાં બમણો વઘારો થયો છે. આમાં એક નામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું પણ છે. મુકેશ અંબાણી વિશ્વનના ટોપ ટેન ધનાઢ્ય લોકોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એક બાજુ મુકેશ અંબાણીએ તેમની કંપનીઓના પ્રોજેક્ટસની જવાબદારી તેમના પુત્ર આકાશ અને પુત્રી ઇશાને સોંપી છે. તો પત્ની નીતા અંબાણી પણ કંપનીના સ્પોર્ટસ બિઝનેસમાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બનાવવામાં નિતાનું કેટલી યોગદાન છે, તેનો અંદાજ તે પરથી લગાવી શકાય છે કે, તેમના કંપનીનો માહોલ ખુલ્લો છે. કંપનીના મોટાભાગના ક્રૂ મેમ્બર્સ પણ તેમને સરળતાથી મળી શકે છે.

નીતાના મુકેશ સાથે લગ્ન 1985માં થયા હતા. બિરલા ગ્રૂપના એક અધિકારીની દીકરી નિતા એક મધ્યમ પરિવારમાં મોટી થઇ છે. ‘નીતા અંબાણીના જ્યારે લગ્ન થયા ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે, તે ઘરમાં એક શોભાની પૂતળીની જેમ બેસી નહી રહે’ આ ઇરાદા સાથે નીતાએ લગ્ન બાદ સ્પેશિયલ ગ્રેજ્યુએશનથી ડિપ્લોમા કર્યું અને કેટલાક વર્ષ શિક્ષિકા તરીકે પણ કામ કર્યું.

નીતા અંબાણીએ જણાવ્યું કે, ‘આ સમયે કેટલાક લોકો વિચારતા હતા કે નીતા શા માટે કામ કરી રહી છે.? જો કે આ સમયે મુકેશે સપોર્ટ કર્યો હતો’. થોડા સમય પહેલા મુકેશ અંબાણી અને નિતા અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ એક મેગેઝિનને આપેલી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમનો અને ભાઇ આકાશનો જન્મ IVF ટેકનિકથી થયો હતો.

નીતાએ ખુદ જણાવ્યું હતું કે, જ્યારે 19191માં તેમને પ્રિમ્ચ્યોર બેબીને જન્મ આપ્યો હતો ત્યારે આ મુશ્કેલ સમયે મુકેશે કામથી સંપૂર્ણ રીતે બ્રેક લઇ લીધો હતો. આ સમયે તેમની ડોક્ટરે ફિરૂજા પારેખે જણાવ્યું હતું કે, ‘તેમને તેમના બાળકોને પ્રાથમિકતા આપવાની જરૂર છે’ આ મુશ્કેલ સમયમાં નીતાએ પણ તેમની પ્રાથમિકતા નક્કી કરી હતી.

જો કે આ તમામ પરેશાની હોવા છતાં પણ નીતા 6 મહિના બાદ ફરી કામ પર પરત ફરી. આ સમયે જામનગરમાં કંપનીના સ્ટાફ માટે ટાઉનશિપના નિર્માણ માટે મુકેશે નીતાની મદદ માંગી હતી. એ જગ્યાએ રિલાયન્સ રિફાઇનિંગ કોમ્પલેક્સનું નિર્માણ ચાલું હતું.

નીતાએ જણાવ્યું કે, મુકેશના આ પ્રસ્વાતથી તે ખૂબ નર્વસ થઇ ગઇ હતી, કારણે કે તે સમયે તેમની પાસે આ કામનો કોઇ જ અનુભવ ન હતો. જો કે તેમ છતાં પણ તેમણે આ કામની જવાબદારી લીધી અને દરેક અઠવાડિયે બે વખત સાઇટની વિઝિટ કરીને કામ પૂરૂ કરાવ્યું.

You cannot copy content of this page