Only Gujarat

Religion

આજે સંકષ્ટચતુર્થીના દિવસે કોના પર રહેશે શ્રીગણેશજીની કૃપા તો કોને રાખવી સાવધાની? વાચો રાશિફળ

રાશિફળ: 05-10-2020: આજે સંકષ્ટચતુર્થીના દિવસે કોની ઉપર રહેશે શ્રીગણેશજી ની કૃપા તો કોને રાખવી સાવધાની! જુઓ તમારું રાશિફળ…

મેષઃ આજે સંકષ્ટચતુર્થીના શુભ દિવસે શ્રીગણપતિજી ના શુભાષિશ બની રહે અનેના શુભ દિવસે અધૂરા કાર્ય સફળ થતા જણાય સાથે જ પારિવારિક સ્નેહભાવ જળવાઈ રહેશે, નાણાકીય બાબતોમાં સાચવવું હિતાવહ અને કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ જણાય.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ નવી તક જણાય.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, સ્વજન-મિત્રથી મુલાકાતનું આયોજન આનંદમય જણાય.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ विघ्नहर्त्रे नमः

વૃષભઃ આજે શ્રીગણેશજી ની કૃપાથી મહત્વના કાર્ય આગળ વધે અને નાણાકીય બાબતોમાં ઉતાર-ચઢાવ સંભવ બને સાથે કૌટુંબિક આનંદ અને ઉત્સાહ જળવાઈ રહેશે, સામાજિક સમરસતા જળવાઈ રહે, દાન – પુણ્ય કરવાનો લ્હાવો મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને નવા કરાર સંભવ.
  • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય.
  • નાણાકીય: સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રયત્નોનું ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: બીમારીનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ वाक्पतये नमः

મિથુનઃ આજે શ્રીગણેશજીની કૃપાથી આપની મહેનત રંગ લાવતી જણાય પરંતુ અમુક વસ્તુઓમાં ભાગ્યનો સાથ નહિવત જણાય, પારિવારિક મન દુઃખ દૂર થાય અને પારિવારિક યોજનાઓ અમલ માં મુકાય, આરોગ્ય બાબતે સચેત રહેવું.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ જણાય, પારિવારિક વિવાદ ટાળવો.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું.
  • આજનો મંત્ર: ॐ शीघ्रकारिणे नमः

કર્કઃ આજે શ્રીગણેશજીની કૃપા દ્રષ્ટિ આપના પર બની રહે સાથે જ કાર્યક્ષેત્રમાં નવા પડાવ સર થાય, પારિવારિક નિર્ણયો માં વિચારી ને આગળ વધવું અને આપની મુસાફરી માં સામાન્ય વિઘ્નો બાદ સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર:  પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વઆપનાધારે જણાય.
  • પરિવાર: કૌટુંબિક તણાવનો અંત જણાય, મોસાળ પક્ષથી મધ્યમ રહે.
  • નાણાકીય: નાણાકીય વ્યય વધારે જણાય, મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: કોઈ જુના રોગનું નિવારણ સંભવ બને.
  • આજનો મંત્ર: ॐ अग्रगण्याय नमः

સિંહઃ આજે શ્રીગણેશજીની કૃપા જળવાઈ રહેશે સાથે જ કૌટુંબિક તણાવનો અંત જણાય અને આવકના નવા દ્વાર ખુલતા જણાય, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: નવા સાહસો વિચારીને કરવા, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય ની પાછળ ખર્ચ નું પ્રમાણ વધારે જણાય.
  • આજનો મંત્ર: ॐ चामीकरप्रभाय नमः

કન્યાઃ આજે શ્રીગણેશજીની કૃપાથી શુભકાર્યોની શરૂઆત થતી જણાય સાથે જ આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ સાથે જ ધાર્યા કામ પાર પડતા જણાય.

  • કાર્યક્ષેત્ર: વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: પારિવારિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને, સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની વધારે જણાય.
  • નાણાકીય: આવક વધે, આર્થિક મુંઝવણ દૂર થાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ ज्योतिषे नमः

તુલાઃ આજે શ્રીગણેશજીનું વિશેષ પૂજન અર્ચન કરવું અને આપના પારિવારિક પ્રશ્નોની બેચેનીનો અંત જણાય, કાર્યક્ષેત્રમાં આપની સાનુકૂળતા જળવાઈ રહે અને સાથે આરોગ્ય અંગેના પ્રશ્નોનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય અને ધારેલું કાર્ય સફળ થતું જણાય.
  • પરિવાર: દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જાવકનું પ્રમાણ વધુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ ज्यायसे नमः

વૃશ્રિકઃ આજે શ્રીગણેશજીની કૃપા આપણા અને આપના પરિવાર પર બની રહે અને કાર્યક્ષેત્રમાં પણ મહત્વના કાર્યમાં મધુર પરિણામ ચાખવા મળે, આર્થિક મુશ્કેલી નો અંત જણાય સાથે યાત્રા-મુસાફરી સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે, હરિફ વર્ગથી સાવધાન રહેવું.
  • પરિવાર: અંગત પ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, દાંપત્યજીવનનો આનંદ જળવાઈ રહેશે.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને ભેટ આપશે અને ધાર્યું કાર્ય આગળ વધે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ कामिने नमः।

ધનઃ આજે શ્રીગણેશજીની કૃપાથી સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો તેમજ મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ બને પરંતુ અગત્યના કામમાં અવરોધ જણાય, જૂના વિવાદ સમાપ્ત થતા જણાય અને ધર્મ કાર્ય સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય તેમજ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: વારસાગત મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, પારિવારિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, કરજ- વ્યાજ કરવા હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.
  • આજનો મંત્ર: ॐ कामिने नमः।

મકરઃ આજે શ્રીગણેશજીની કૃપાથી આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં અન્ય સાથી મિત્રો તરફથી સાનુકૂળતા બની રહે, યાત્રા-પ્રવાસ ટાળવા હિતાવહ સાથે જ દિવસ ધીરજાતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે તેમજ પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: સાવધ રહી ને નાણાનો વ્યવહાર કરવો, નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવી.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ થાય.
  • આજનો મંત્ર: ॐ सर्वनेत्रे नमः

કુંભઃ આજે શ્રીગણેશજીની ભક્તિ થી દિવસ ની શરૂવાત કરવી સાથે જ સામાજિક કાર્યો માં બરકત જણાય, વ્યવશાય માં આર્થિક વ્યય વધે નહિ તેની કાળજી રાખવી, ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય, માનસિક શાંતિ જળવાઈ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાન ફેર જણાય તથા કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું.
  • પરિવાર: પારિવારિક અવરોધો દુર થતા જણાય, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય.
  • નાણાકીય: આવકના માર્ગ ખુલે, સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા કોઈપણ લખાણની અવગણના ના કરવી.
  • આજનો મંત્ર: ॐ पञ्चहस्ताय नमः

મીનઃ આજે શ્રીગણેશજીની કૃપાથી આપના નિર્ણયનું મધુર પરિણામ જોવા મળે સાથે પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, અગત્યના કામમાં અવરોધ જણાય, વાતચીતમાં કોઈના સાથે ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે સાથે નવી તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતી સમસ્યા બેચેન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ प्रमोदाय नमः
You cannot copy content of this page