Only Gujarat

Sports

બાબુ કે સોના નહીં પણ ઋષભ પંતને પ્રેમિકા આ નામથી બોલાવે છે, EX પ્રેમિકાએ કરી દીધો છે બ્લોક

3 ઓક્ટોબરે આઇપીએલ મેચમાં દિલ્લી ડેયરડેવિલ્સના ઋષભ પંતે ધુંઆધાર પારી રમી. તેમણે પાંચ ચોક્કા, એક છગ્ગા અને સાત બોલમાં 38 રન બનાવ્યા. 4 ઓક્ટોબર 1997માં રૂડકીમાં જન્મેલા ઋષભ પંતે ક્રિકેટ દ્વારા ક્રિકેટ રસિયાના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. અનેક યુવતીઓ તેના પર ફિદા છે. આઇપીએલ 2018માં તેમણે સિઝનના સૌથી વધુ રન બનાવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમની ગર્લફ્રેન્ડ ઇશા નેગીએ તેમને બર્થ ડે વિશ કર્યું છે. ઇશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેમના લવ ઓફ લાઇફની બાળપણની એક તસવીર શેર કરી છે. આ સાથે ઋષભનો કેકવાળો એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે એ પણ જાણવા મળ્યું કે. ઇશા ઋષભને કયા નામથી બોલાવે છે. ઋષભ પંતના જન્મદિવસે તેમની લવ લાઇફ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ…

ઋષભ પંતને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનો વિકલ્પ માનવામાં આવે છે. બહુ ઓછા સમયમાં આ યુવા વિકેટ કિપરે ક્રિકેટની દુનિયામાં તેમનું સારૂં એવું સ્થાન બનાવી લીધું છે. વાત આઇપીએલની કરીએ તો ઋષભ પંતે તેની પ્રતિભાને સાબિત કરી દીધી છે.

ઋષભ પંતની લવ લાઇફ પણ તેમની કરિયરની જેમ હંમેશા ચર્ચામાં રહી છે. થોડા સમયે પહેલા ઋષભ પંત ઉર્વશી રાઉતેલાને ડેટ કરી રહ્યાં હતા. બંને ડેટ પર પણ સ્પોટ થયા હતા. જો કે ત્યારબાદ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઇ.

બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધા છે. જો કે બંનેએ પબ્લિકલી એકબીજા માટે કંઇ ગલત નથી કહ્યું. બંનેએ અરસપરસ સમજદારીથી આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

ત્યારબાદ વર્ષ 2020ની શરૂઆતમાં ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક યુવતી સાથેની તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘હું તને ખૂબ જ ખુશ કરવા ઇચ્છું છું, કારણે કે તારા કારણે હું પણ ખૂબ જ ખુશ છું, ત્યારબાદ આ તસવીર વાયરલ થઇ હતી’

આ વાયરલ થયેલી તસવીર ઇશા નેગીની હતી. ઋષભ પંત અને ઇશા નેગી હજું એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ઇશા કોઇ એક્ટ્રેસ નથી. તે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. લોકોએ તેની તસવીર જોઇને તેમને આલિયા ભટ્ટથી પણ ખૂબસૂરત કહીને તેમની સુંદરતાની પ્રશંસા કરી છે.

ઇશા નેગી ઉત્તરાખંડની છે અને તેમણે એમિટી યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. તે ખૂબ ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર ઇશા ખૂબ એક્ટિવ રહે છે. ઇશાએ ઋષભ પંત સાથેના તેમના સંબંધને સોશિયલ મીડિયા પર ઉજાગર કર્યાં છે.

ઇશા નેગીએ ઋષભ પંતના જન્મદિવસના અવસરે ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. ઇશાએ ઇન્સ્ટાગ્રામ પર ઋષભના કેકથી ભરાયેલા ચહેરાની એક તસવીર શેર કરી છે અને અત્યાર સુધીનો તેમનો બેસ્ટ ફોટો ગણાવ્યો છે.

આ સાથે તેમણે તેમની અન્ય બાળપણની ફોટો પણ શેર કરી છે. જેમાં ઋષભ પંત ખુબ જ ક્યૂટ દેખાઇ છે.

આ સાથે તેમણે તેમની અન્ય બાળપણની ફોટો પણ શેર કરી છે. જેમાં ઋષભ પંત ખુબ જ ક્યૂટ દેખાઇ છે.

You cannot copy content of this page