Only Gujarat

Sports

કરોડોની સંપત્તિ ધરાવે છે સનીપાજી, ફિલ્મમાંથી નહીં પરંતુ આ બે રીતે કરે છે તગડી કમાણી

મુંબઈઃ સની દેઓલ 64 વર્ષના થઈ ગયાં છે. 19 ઓક્ટોબર 1956માં સાહેનવાલ, લુધિયાણાના પંજાબમાં જન્મેલા સનીએ તેમના કરિયરની શરૂઆત વર્ષ 1983માં આવેલી ફિલ્મ ‘બેતાબ’થી કરી હતી. ડિરેક્ટર તરીકે સની દેઓલની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ હતી. જોકે, આ ફિલ્મને ખાસ સફળતા મળી નહોતી. આ પહેલાં આવેલી ‘પોસ્ટર બૉયઝ’ અને ‘ઘાયલ વન્સ અગેન’ જેવી ફિલ્મમાં પણ તેમને ખાસ સફળતા મળી નહોતી. આ ઉપરાંત સની દેઓલ ભવ્ય જીવન જીવે છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલની કમાણી માત્ર ફિલ્મ જ નહીં પણ અન્ય સોર્સ દ્વારા પણ છે.

ઇન્ટરનેટ પર મળતી માહિતી મુજબ વર્ષ 2019માં સની દેઓલ લગભગ 50 મિલિયન ડૉલર (365 કરોડ)ની સંપતિના માલિક છે. સની દેઓલની ફીની વાત કરીએ તો તે એક ફિલ્મ માટે 7થી 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

એક્ટિંગ ઉપરાંત સની દેઓલને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. જેનું નામ ‘વિજેતા ફિલ્મ્સ’ છે. આ રીતે તેમને ‘દિલ્લગી’ અને ‘ઘાયલ વન્સ અગેન’ જેવી ફિલ્મો બનાવી છે. સની દેઓલ ફિલ્મોની સાથે ઘણી જાહેરાતો કરે છે. એક એન્ડોર્સમેન્ટ માટે સની દેઓલ લગભગ 2 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. સની લક્સ કોઝી, ફોમટ્રિક ટ્રેક્ટર, વીકેટી ટાયર જેવી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

સની દેઓલની પ્રોપર્ટીની વાત કરીએ તો તેમની પાસે મુંબઈના જુહૂ (જેવીપીડી સ્કીમ) વિસ્તારમાં ભવ્ય બંગલો છે. આ ઉપરાંત પંજાબમાં સનીનું પૈતૃક ઘર અને સંપતિ અને યૂકે (ઇંગ્લેન્ડ)માં પણ ઘર છે.

યૂકેવાળા ઘરમાં સની દેઓલ ક્યારેક-ક્યારેક પોતાની ફિલ્મનું શૂટિંગ પણ કરે છે. થોડાં વર્ષ પહેલાં સમાચાર આવ્યાં હતાં કે, સની દેઓલ હિમાચલના મનાલીમાં ઘર ખરીદવાની તૈયારીમાં છે.

સની દેઓલ પાસે ઘણી લગ્ઝરી કાર છે. જેમાં પોર્શે ઉપરાંત ઑડી A8 અને રેન્જ રોવર જેવી લગ્ઝરી કાર સામેલ છે. સની જ્યારે પણ શૂટિંગ માટે જાય છે તો તે ઘણીવાર પોર્શે કાર ડ્રાઇવ કરતાં જોવા મળે છે.

સની દેઓલે 23 એપ્રિલ, 2019માં ભાજપ જોઈન કરી અને પોલિટિક્સમાં આવી ગયાં હતાં. સનીએ પંજાબના ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર જાખડનિે હરાવીને સાંસદ બન્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સનીના પરિવારમાં તેમની સાવકી મા હેમા માલિની પણ મથુરાથી ભાજપની સાંસદ છે.

સની દેઓલે 23 એપ્રિલ, 2019માં ભાજપ જોઈન કરી અને પોલિટિક્સમાં આવી ગયાં હતાં. સનીએ પંજાબના ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર જાખડનિે હરાવીને સાંસદ બન્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સનીના પરિવારમાં તેમની સાવકી મા હેમા માલિની પણ મથુરાથી ભાજપની સાંસદ છે.

પોતાના 37 વર્ષના કરિયરમાં સની દેઓલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘બેતાબ’, ‘સોહની મહિવાલ’, ‘સલ્તનત’, ‘ડકૈત’, ‘રામ-અવતાર’, ‘જોશીલે’, ‘ત્રિદેવ’, ‘ચાલબાઝ’, ‘નિગાહે’, ‘આગ કા ગોલા’, ‘ઘાયલ’, ‘નરસિમ્હા’, ‘વિશ્વાત્મા’, ‘દામિની’, ‘ડર’, ‘જીત’, ‘ઘાતક’, ‘જિદ્દી’, ‘બોર્ડર’, ‘સલાખે’, ‘અર્જુન પંડિત’, ‘ચેમ્પિયન’, ‘ગદ્દર’, ‘ઇન્ડિયન’, ‘મા તુઝે સલામ’, ‘ધ હીરો’, ‘યમલા પગલા દિવાના’, ‘પોસ્ટર બૉયઝ’ અને ‘મહોલ્લા અસી’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page